આ તો જસ્ટ વાત છે !
નવી પેઢીના સંતાનોને વેકેશનમાં બહાર ફરવું વધારે ગમે છે.,
તેથી હવે તેઓ વેકેશનમાં
મામાને ઘેરે જવાની જિદ્દ કરતાં નથી…
કોઈ એમના ઘરે પણ મહેમાન થઈ આવે એવું
તેઓને ગમતું નથી….
સંતાનોને એમના ઝુંડ સિવાય બીજા સાથે ફાવતું નથી.,
એકલા રહેવાની ફેશન
ફૂલીફાલતી ગઈ છે તેથી
કોઈની હાજરી ગમતી નથી….
રહી વાત મમ્મી પપ્પા -
દાદા દાદીની તો સાથે
વિડીયો કોલિંગથી
હાય હેલો કરી લઈએ છે..
એમને જોઈતી જરૂરી વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરી દે છે..
હવે તો એમને પણ આદત પડી ગઈ છે, તેથી એકલતા કનડતી નથી..
અને કનડતી હોય તો
કહેવાની હિમ્મત નથી….
હવે તો લોહીના સંબંધોને પણ ઓનલાઈનની આદત પડી ગઈ છે …
માણસાઈ ગુજરી બજારમાં વેચાતી થઈ ગઈ છે..
દુ:ખ તો ઘણું બધુ છે પણ
દુખ જ નથી એવું કહેવાની આદત પડી ગઈ છે..
નવા પાડોશી બોલતા નથી
ને જે જૂના છે તે
એકબીજાની ખુશીઓ પર અદેખાઈ કરતાં થઈ ગયા છે,
વાટકી વ્યવહાર તો સાવ ભુલાઈ ગયા છે..
દહીંનું મેળવણ કોણ માગવા જાય
દહીં જ ઓનલાઇન મંગાવતા થઈ ગયા છે..
બધા જ પોતપોતાના ઘર પૂરતા જ મર્યાદિત જીવન જીવતા થઈ ગયા છે…..
મરણ પ્રસંગના બેસણાં ધીમે ધીમે બધા જ ઓનલાઇન કરતાં થઈ ગયા છે,
કોઇની પાસે ટાઈમ નથી… તેથી બારમાં તેરમાંની વિધિ પણ અગ્નિદાહના દિવસે જ સ્ંપન્ન કરી દેવાય છે….
દુ:ખ વ્યક્ત કરવાનો
ખરો ખરખરો ખોવાઈ ગયો છે.
બારણે સાઇકલની જગ્યાએ સાંકડી ગલીમાં ફોરવિહલર ઊભી થતાં જાય છે.,
ખરેખર તો મોંઘવારી કોઈને જ નડતી નથી…
અને જેને નડે છે એને સહન કરવાની આદત પડી ગઈ છે ….
વોટ્સએપ અને ઇન્સ્ટગ્રામ રિલ્સના નામે સ્વછ્ન્દતા છકી ગઈ છે….
ઓરિજિનલ ઉમળકો
લુપ્ત થઈ ગયો છે
માણસાઈની સાવ જ પડતી થઈ ગઈ છે…..
- ભયના ઓથાર નીચે સલામતી દબાઈ ગઈ છે
- કાવાદાવાની બોલબાલા વધી ગઈ છે
-હડપ કરી જવાની વૃતિ વધી ગઈ છે …..
દુ:ખ તો છે પણ એ હવે મારા પૂરતું મર્યાદિત થઈ ગયું છે !
બસ આ તો વાતવાતમાં
અભિવ્યક્ત થઈ ગયું છે !
આ તો જસ્ટ વાત છે !
બાકી બીજું બધુ અહીં
રાબેતા મુજબ ચાલે છે...
🙏🙋♂️
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ