કોનોકાર્પસ : જાણી લો આ ઝાડ વિશે ખાસ માહિતી તે જાણવી જરૂરી છે. ફાયદા કારક કે નુકસાનકર્તા
● આ એક એલર્જીક ઝાડ છે, જીવ-જંતુ, મધુ માખીઓ, ખિસકોલી, પક્ષીઓ કે પશુઓ વગેરે માટે આ ઝાડ પાસેથી કઈ મળે તેમ નથી.
● તેના મૂળ આસપાસના બાંધકામ અને સ્ટ્રક્ચરને મોટું નુકશાન કરે છે સાથે જ જમીનમાંથી વધુ પડતું પાણીનું શોષણ કરે છે.
● આ ઝાડ અસ્થમા ,શરદી, અને ખાંસી જેવા રોગોનું કારણ પણ બને છે.
● ગ્લોબલ વોર્મિંગ માટે જોકે તેને યોગ્ય મનાય છે પરંતુ તે એલર્જીક ઝાડ હોવાથી તેમજ જમીનમાંથી વધુ પાણીનું શોષણ કરતું હોવાથી આ દુર્ગુણ ને કારણે તેને ખૂબ ઓછા પ્રમાણમાં વાવવામાં આવે છે.
● આપણે ખરેખર તો લીમડો, ગુલમહોર, વડ, જાંબુ, પીપળો, રાયણ, આંબો, તુલસી જેવા નેટિવ પ્લાન્ટ વધુ વાવવા જોઈએ.. જે ફૂલ-ફળ આપવાની સાથે બીજા પણ ઘણા ફાયદાકારક હોય છે.
● યાદ રાખો કે કોનો કાર્પસ એ 24 કલાક કાર્બન ડાયોક્સાઇડ છોડે છે એની કોઈ માહિતી હજુ સાબિત થઈ નથી.
● લીલોછમ છાંયડો રાખવાની લહાયમાં તે લોકોને શ્વાસની બીમારીમાં પણ ધકેલી દેશે એવું જણાય રહ્યું છે. સાંજના સમયે જો આપણે તેની નજીક જઈએ ત્યારે ત્યાં ખૂબ ગરમી કે બફારો લાગે છે. કારણ કે આ છોડ જમીન માંથી મોટાભાગનું પાણી શોષી લે છે અને આસપાસના વાતાવરણને ગરમ કરે છે એટલે ભાવિ પેઢી માટે ખાસ ચેતવા જેવું છે.
● છતીશગઢ ફોરેસ્ટ ડ્રગ બોર્ડે પણ આવા મેનગૃવ પ્રકારના આફ્રિકન વૃક્ષથી થતા મોટા નુકશાનથી વાકેફ કર્યા છે.
Tags:
અજબ-ગજબ
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ