મારા સપનાનું ભારત
હા... પાંચ મિનિટ માટે પણ આંખ બંધ કરી ને વિચારું તો બંધ આંખોમાં પણ મને જાણે કોઇ અલગ જ અનુભૂતિ થાય છે. આમ જુઓ તો મારા સપનામાં જે ભારતની હું કલ્પના કરું છું, ઘણેખરે અંશે કદાચ એ મારી પોતાની મારી જાત જ્યારે પણ રૂંધાય છે ત્યારે મને મારા આ સમગ્ર ભારતની પરિસ્થિતિના બદલાવની ઇચ્છા થઇ આવે છે. આ અતિશયોક્તિ હોય તો ભલે.. પણ, હું મારું ખરુ આઝાદ ભારત જોવા માગું છું
દેશની આઝાદી માત્ર કોઇના શાસન ને આધીન નથી. દેશની ખરી આઝાદી તો આ માનસિક સંકુચિતતાના નિકાલમાં છે. અહીં ઘણા બધા ધર્મો છે. બિનસાંપ્રદાયિક દેશ ખરેખર એટલો બધો જડ છે કે અહીં લોકોને પોતાના ધર્મનું જ પુરતું જ્ઞાન નથી, પરંતું એ જ પાછા બીજાના ધર્મની હુંસાતુંસીમાં જબરા છે. આનો નિકાલ એ જ મારા સપનાનું ભારત છે. અહીં તો મજના નિયમો પણ આર્થીક સ્થિતિ પ્રમાણેના છે. જેમ કે હલકું લોહી હવાલદારનું એ જ ધારાધોરણ છે. લોકોનો ન્યાય ઉપરથી ઉઠી જતો વિશ્વાસ પીડાદાયક છે. સમાન ન્યાય અને એક જ કાયદો, આ જ છે મારા સપનાનું ભારત..!
જુના એકના એક રિવાજો ને પકડીને બેઠા છીએ. ખબર નહી પણ લોકો કંટાળી ને પણ એને છોડતા નથી. શિક્ષણમાં પણ ખુબ જ ભાર અને કંટાળો ભરી ને આપણે એને પણ નીરસ અને નિષ્ક્રિય બનાવી દીધુ છે. બસો વર્ષો પહેલા બાબરને કેટલી બેગમો હતી એમાં જ અટવાયેલા રહેવાને બદલે ભારત આવનારા પચાસ વર્ષોમાં કેવું થઇ શકે છે ? એ ભણવાની જરૂર મને વધારે લાગે છે. નોલેજ વધારે એવા પુસ્તકોનું શાળાઓમાં આગમન, એ જ છે મારા સપનાનું ભારત...
કેટલાયે વર્ષોથી ધક્કા ખાતા કર્મચારીઓને પેન્શન શરૂ ના થાય અને પગારપંચ વધતું જાય , ત્યારે સાલુ થાય કે લોકો જેટલુ કામ કરે એ મુજબ જ મહેનતાણુ મળવું જોઇએ. બિનજરૂરી સુવિધાઓ બંધ થવી જોઇએ. કોઇ પણ ગરીબની આંખમાં ભારતીય હોવાનો ગર્વ છલકાય.. એ જ છે મારા સપનાનું ભારત..
આજે પણ જ્યારે આ દશામાંનું વ્રત કરતી મારી બેનોને જોઉ છું તો થાય છે કે ક્યારે શોટ્સ કે જીન્સ પહેરીને ઘરમાં વહુ આરામથી ફરતી હશે ? હું નાના બાળકો સામે ટુંકા કપડા બિન્દાસ્ત પહેરુ છું. આવનારા પંદર વર્ષો પછી મારા દીકરાને ખુલ્લા પગ, સાથળ જોઇ કોઇ વિકાર મનમાં નહી આવે. એ છે મારા સપનાનું ભારત, મારો દેશ ચમત્કારોનો દેશ છે. અહીં સાચે જ કોઇ ચમત્કાર થઇ જાય. અને એક સાફ, સુંદર, સ્વચ્છ, શિક્ષીત અને સધ્ધર ભારત દુનિયામાં વખણાય, એ જ છે.. મારા સપનાનું ભારત..
સપનામાં તો સારુ જ જોવાય ને..! જ્યારે મારા દેશ માટેનું સપનું જોવું હોય... ત્યારે તો વિચારી ને જ ગદ્ ગદ્ થઇ જવાય..
ભ્રષ્ટાચાર રહિત દેશ એ સૌથી પહેલો વિચાર...
બેરોજગારી અને ગરીબી દૂર થાય એ બીજો...
વિશ્વમાં ભારત નં - ૧ બને એ ત્રીજો...
આ સામાન્ય વિચારો તો હોય જ. આ સિવાય લોકોની વિચારસરણી આજે દેશમાં ગણા અંશે સારી છે પણ - ઉચ્ચ-નીચના જે ભેદભાવ છે એ હજી લોકોના મનમાં થોડા અંશે તો છે જ.. આ કાષ્ટ ઉંચી અને આ કાષ્ટ નીચી. આ કાષ્ટ આવુ વિચારે અને આ કાષ્ટ આવું... આવું ઘણા ખરા લોકોના મનમાં હોય જ છે. એ દૂર થવું જોઇએ. માણસ બધા સરખા જ હોવા જોઇએ. બીજુ કે લોકોના વિચાર સ્ત્રી માટે અને પુરુષ માટે પણ હજી ઘણા વિચિત્ર છે. સ્ત્રી કરતાં પુરુષનું મહત્વ વધારે એ કંઇક વિચિત્ર લાગે છે .. આ મારા સપનાના ભારતમાં...
આજે કોઇ પણ સરકારી ડિપાર્ટમેન્ટમાં કોઇ પણ સવલત મળતી હોય તો એ સવલત મળે એ માટે કોઇ પણૅ જાતના ખોટા ડોક્યુમેન્ટ બનાવે છે. આવું કરવાથી જરૂરિયાત વાળા લોકો વંચિત રહે અને જે સક્ષમ હોય તે લાભ લે. એ વાત મને બહું જ ખુંચે છે.
અયોધ્યામાં શું બનાવવું.. ? મંદિર કે મસ્જિદ ? એ વિચારમાં અને એ જગડામાં ઘણા વર્ષો ના વર્ષ જતા રહ્ય પણ ત્યાં એક હોસ્પિટલ "રામ રહિમ" બનાવી નાખીએ એવું કોઇ નથી વિચારતા. રાજકારણ એ હદે ગંદુ થઇ ગયું છે કે કોઇ બાળક નેતા બનવા નથી ઇચ્છતો. આ ગંદકી દૂર થાય એ જ છે મારા સપનાનું ભારત.. લોકો વિવાદ ક્યાંથી થાય છે એ શોધવાને બદલે વિકાસ ક્યાંથી થાય એ વિચારતા થાય એવું જ છે મારા સપનાનું ભારત.
૭૦ વર્ષ પહેલા અડધી રાતે દેશ આઝાદ થ્યો એમ આજે અડધી રાતે હું "૧૫મી ઓગસ્ટ" એક સપનું જૌં છું... "મારા સપનાનું ભારત"
મને મારા સપનામાં કોઇ સ્કૂલ કે સરકારી મેદાન દેખાય છે. - લાલ કિલ્લો દેખાય છે. - પરેડ કરતી મારી સેના દેખાય છે. - મારું રાષ્ટ્રગીત સંભળાય છે. મને સપનામાં દેખાય છે કે સવારે ૮:૩૦ વાગે નાના-નાના બાળકો, વર્ષો પહેલા પોતાની કોમ માટે આંદોલનમાં ઉતરેલા લોકો , વેપારી મિત્રો, રેલવે કે બેન્કની હડતાલમાં ઉતરેલા કર્મચારીઓ, દેશના તમામ નાગરીકો અને પોતાની ફરજ સમજી ને હાજર રહેનારા મોટા-મોટા ઓફિસરો પોતાનો સમય નિકાળી રાષ્ટ્રગીત વગાડીને - ધ્વજ વંદન કરે છે. અને પોતાને ભારતીય ગણાવતા થઇ ગયા છે.
હું જોઉ છું કે ૯:૦૦ વાગે ટ્રાફિક સિગ્નલ પર કોઇ ૧૦ વર્ષનું બાળક નથી કે જે મારો ધ્વજ ૧૨-૧૫ રૂપિયામાં વેચે કે નથી કોઇ શેઠીયો કે જે ગાડીનો અડધો કાચ ઉતારીને એ લેવા માટે ૨-૫ રૂપિયાનું બાર્ગેનિંગ કરે. "વાહ મારા સપનાનું ભારત"
ત્યાંથી થોડો આગળ જાઉ તો દેખાય છે કે ૧૦-૧૧ વાગ્યાની આસપાસ ચાર રસ્તા પર વગર ટ્રાફિકે પોલીસે સિગ્નલ પર વગર હોર્ન વગાડ્યે ઉભેલા લાઇન બંધ વાહનો અને સીટ બેલ્ટ- હેલ્મેટ પહેરેલા વાહન ચાલકો... જાહેર રજા હોવા છતાં સાંજના સમયે લોકો ફેમિલી સાથે પિક્નિક પર નથી- રેસ્ટોરન્ટમાં વેઇટીંગમાં જમવાની રાહ જોવાતી એની જગ્યાએ બધા રેસ્ટોરન્ટ ખાલી છે અને રાતે એકલી નિર્ભયા પણ ભય વગર આઝાદીથી ફરી શકે છે.
૧૬ મી ઓગસ્ટની સવારે સામાન્ય નાગરીક સરકારી ઓફિસોના ધક્કા ખાતો નજરે નથી ચડતો કે નથી મારો રાષ્ટ્રધ્વજ ગાડીઓના વ્હીલ નીચે કચડાતો. હું જોઉં છું કે લોકો ભગવો-કેસરીયો કે લીલા રંગથી અલગ થવા કરતાં આ કલરથી તિરંગાને જ અપનાવી લીધો છે. સરદાર ને ફક્ત પાટીદાર કે ભીમરાવને દલીતો પૂરતા સિમિત ન રાખતા મારા દેશવાસીઓ એને આઝાદ ભારતના લડવૈયા તરીકે ઓળખે છે. કોમવાદ અને સ્વાર્થની વૃત્તિ મારો ભૂતકાળ બની ગઇ છે.
વરસો પહેલાની જેમ આજે મારો ભારત દેશ એક અખંડ ભારત છે અને જેના લીધે મારા જવાનોને દેશની સીમા પર દિવસ-રાત જાગતા ફરવું પડતું નથી. મારી સંસદમાં દરેક રાજકારણીઓ એક થઇને દેશના ગદ્દારો અને આતંકવાદીઓને સજા-એ-મોત આપવા માટે એક મત છે. મારા દેશના યુવાધન પાસે બેરોજગારી કે ગરીબી નથીપોતાની બુધ્ધીથી બીજા દેશના લોકોને ભારતમાં આવવા મજબુર કરે છે. મારી બુધ્ધી ક્ષમતા કે કાબેલીયતને બહાર જવાની જરૂર નથી. ભારતના લોકો પાસે રોડ-રસ્તા અને ટેક્નોલોજી અવ્વલ નંબરની છે. ૭૦ વર્ષો પહેલા મળેલી આઝાદીની કિંમત આજના યુવાનને છે.. જ
મારો દેશ મદારી- પુજારી કે મંદિરોના દેશ કરતાં વિકસિત ટેક્નોકેટ દેશ છે. જેના લીધે ભારત વિશ્વમાં પ્રથમ નંબર પર છે. એટલે જ હું ૧૫ મી ઓગસ્ટ શાંતિથી સુઇ શકું છું કેમ કે મારા શાંત અને સ્વચ્છ ભારતના નાગરીકને પોતાની ફરજનું સંપૂર્ણપણે ભાન છે અને ભારતીય હોવાનો ગર્વ અને અભિમાન છે.
---> હું જે જે લોકોને, કર્મચારીઓને, નેતાઓને મળુ અને એ જે બોલે એના પાર કોઇ શંકા વગર વિશ્વાસ મુકી શકું.
---> આસપાસમાં પોલીસને જોઇને ડરના બદલે સલામતી અનુભવું
---> રસ્તામાં ક્યાંય નાક આડો હાથ રાખવો ન પડે.
---> જે કોઇ સરકારી કામ કરાવવાનું હોય એની પ્રોસિઝર ખબર હોય અને એ પ્રોસિઝર કરતાં કામ થઇ જાય.
---> મિડિયા દેશને પોઝિટીવ માર્ગે લઇ જાય તેવી ડિબેટ કરે.
---> પીવાનું પાણી, હવા અને ખોરાક શુધ્ધ મળે.
---> ભલે ભૌતિક સુખ સગવડની વસ્તુઓ મોંઘી થાય પણ બેઝીક જરૂરિયાત સસ્તી થાય અને છેલ્લે બસ દેશમાં રહેવાની મજા જ આવ્યા કરે.
---> શિક્ષણ બધા માટે ફરજીયાત અને સુલભ હોય, બાળકોને સાચુ અને સમાજ ઉપયોગી શિક્ષણ મળે.
---> સ્વચ્છતા હોય. (સરકાર નએ જનતા બન્નેની જવાબદારી)
---> મિડિયા રાષ્ટ્ર હિતમાં જવાબદારીથી કામ કરે.
---> વ્યક્તિ અંગત રીતે કોઇ પણ ધર્મ પાળે, જાહેર જીવનમાં એ માત્ર ભારતીય હોય..
---> બધા જ જ્ઞાતિ - ધર્મો એકબીજા કરતાં ચડિયાતા દેખાવાના બદલે એકબીજાને સ્વિકારીને, ભેદભાવ વગર સહયોગથી રહે..
---> કાયદો પણ કોઇના તૃષ્ટીકરણ વગર સૌ માટે સમાન હોય.
---> સિટીઝન ચાર્ટરનો કાયદો બધા સર્વિસ ડિપાર્ટમેન્ટમાં લાગુ થાય. ( કાર્યની પ્રોસીઝર અને સમય મર્યાદા જાહેર હોય)
---> જનતાની ખરીદશક્તિ વધે અથવા જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થાય.
---> ગંગા અને ગોદાવરીને વોટરગ્રીડથી જોડવામાં આવે ( જે સરદાર પટેલનું સપનું હતું) જેથી પાણીની તંગી અને પૂરની સમસ્યા બન્નેનું નિવારણ શક્ય બને.
---> સોનેરી ઇતિહાસ કરતાં સોનેરી ભવિષ્ય તરફ વધારે ધ્યાન અપાતું હોય...
... હું આ ભારત બનાવવા માટે મારાથી બનતા પ્રયત્નો કરવાના શપથ લઉ છું જ્યાં ભણતરનો અર્થ ખરેખર सा विध्या या विमुक्तये જ થતો હોય અને શિક્ષણ અકલ્પનિય રાજકારણના સકંજામાંથી મુક્ત હોય....! જ્યાં મન અને રસ્તા એટલા સ્વચ્છ હોય કે 'સ્વચ્છ ભારત' અભિયાનની જરૂર જ ન પડે. જ્યાં મકાનના નામ 'માતૃ / પિતૃ કૃપા' રાખવાના બદલે અથવા સમાંતર ઘરમાં જ માતા-પિતા સાથે રહીએ.. એમની કૃપા આપોઆપ જ વરસશે,.. જ્યાં આગળ વધવા વાળાને એક સમયે સહકાર ભલે ના મળે, પણ ટાંટીયા ખેચની વૃત્તિતો નહી જ હોય...! અને છેલી... એક એવું રાષ્ટ્ર જ્યાં માણસને એમ ના કહેવું પડે કે "ભાઇ, તું માણસ થા...!!

Tags:
નિબંધ