સર્વે શિક્ષકો ના ચરણો માં સમર્પિત સ્વરચિત રચના...
.............................................

ઉંચો છે જેનો મોભો
    જેનું વ્યક્તિત્વ જાજરમાન છે.

વિદ્યા નો છે તે મહાદાની
     કે જ્ઞાન જેનો શણગાર છે.

અંશ છે માં શારદા નો
   મન ત્રિદેવ ભગવાન છે.

જગ રહ્યું છે ઋણી જેનું
     સમાજે 'માં' નું સ્થાન છે.

શીખવી દે છે. જે સઘળું બસ વાત વાત માં
મારો શિક્ષક કલાકાર છે.
 
'સાહેબ' નું તખલ્લુસ તો આમજ છે.
પણ જે ખરો મિત્ર સખા અને યાર છે.

ગર્વ કરું છું શિક્ષક તણો.
કે પ્રભુ થી પણ પ્રથમ જેનું સ્થાન છે.

💐💐💐💐💐💐