A great message please Please share few minutes and fill it.

आदमी मुसाफिर है...

હું જ્યારે પપ્પાના રૂમમાં  સવારે જતો ત્યારે પપ્પાના ખભા ઉપર ચકલી બેઠી હોય.ચકલો પપ્પાની બારી પાસે રાખેલ ડીશમાંથી ચણ ખાતો હતો.
આ ચકા ચકીને પપ્પા સાથે મિત્રતા થઈ ગઈ હતી.
કોઈ વખત ચકો ચીં ચીં કરતો પપ્પાના માથે કે હાથ ઉપર બેસે તો કોઈ વખત ચકલી.
પપ્પાને પણ મજા આવતી - 
આ ચકા ચકીની ધમાલ જોવાની.

મમ્મીના ગયા પછી...
પપ્પા બહારથી હસતા, પણ અંદર થી દુઃખી હતા. વાતો કરતાં કરતાં પણ એ પહાડ જેવી વ્યક્તિના આંખમાં આંસુ આવી જતાં.ફક્ત જિંદગીના દિવસો પસાર કરતા હોય તેવું અમને લાગતું.

તેમને અમારા ડ્રોઈંગ રૂમમાં  બેસવાનું ઓછું  કરી નાખ્યું હતું.
સાંજે જમતી વખતે અમે સાથે બેસીએ.
સવારે અમે ઑફિસે નીકળી જઈએ.

આજે રવિવાર હોવાથી હું પપ્પાના રૂમમાં ગયો જેથી તેમની સાથે વધારે સમય પસાર કરી શકું.

પપ્પાની સાથે...ચકલા ચકલીને રમત કરતાં જૉઈ મને મજા આવી ગઈ.
ઉનાળાનો સમય એટલે પપ્પા પાણીનું કૂંડું પણ ભરેલું  મૂકતા.

મેં કીધુ...પપ્પા ! ચકા ચકી તમારા ખાસ મિત્ર થઈ ગયા લાગે છે ?
હા બેટા ! ખબર નહીં. 
એક બીજાને માયા થઈ ગઈ છે.
રોજ આવે. એક કલાક જેટલો  મારો સમય પસાર કરી જતાં રહે છે.

પપ્પાએ પોતાનો બેડ રૂમ એટલો મસ્ત બનાવ્યો હતો કે હું તેમનો રૂમ જોઈ ખુશ થઈ જતો.
ચોખ્ખાઈના આગ્રહી.
પોતાના રૂમમાં દરેક વસ્તુ તેની જગ્યાએ જ પડી હોય.
TV,  ટેપ, AC, પુસ્તકો માટે નાનો કબાટ, ડ્રેસીંગ ટેબલ ,
હીંચકો, બેડ, આરામ ખુરશી  પાસે પાન પેટી...અને પૂજાનો કબાટ. આ તેમની દુનિયા હતી.

હું તેમના રૂમમાં અચાનક જાઉં ત્યારે ઉંમરને કારણે મોડી ઊંઘ આવે અને વહેલી ઊંઘ ઊડી જવાને કારણે ધીરું  ધીરું  ટેપ કે TV વાગતું હોય...
પપ્પાના માથે હાથ ફેરવી પૂછું,
પપ્પા ઊંઘ નથી આવતી ?

ના બેટા....ઉંમરના  કારણે એવું રહેવાનું.

મને ખબર હતી મમ્મીનો ખાલીપો તેમને અંદરથી તોડી રહ્યો હતો.
એક પુત્ર તરીકે પપ્પા વધારેમાં વધારે આનંદમાં રહે તેવો હું, મારી પત્ની અને મારો  પુત્ર પ્રયત્ન કરતાં હતાં પણ જીવનસાથી અમસ્તા કીધા છે.

ભીડમાં પણ એકલતાનો જ્યારે અનુભવ થાય ત્યારે સમજી લ્યો તમે જિંદગીમાં કોઈ અમૂલ્ય વ્યક્તિને ગુમાવી છે.
 
મેં સવારે પપ્પાના રૂમનું  બારણું ખોલ્યું....
પપ્પા કેમ છો ?

આવ બેટા. આજે રવિવાર ...રજા ...શાંતિ 
બેસ.

મેં કીધું....
પપ્પા ! આજે તમારા રૂમમાં શાંતિ કેમ છે ?
તમારા બે..મિત્ર ચકો ચકી કેમ દેખાતાં  નથી....?

પપ્પાની  અચાનક આંખ ભીની થઈ ગઈ. એ આંખમાં આંસુ સાથે બોલ્યા..
બેટા ! બે દિવસથી એકલો ચકો આવે છે.બારી પાસે બેસી મારા હાથ ઉપર બેસે છે.નથી ચણ ખાતો નથી પાણી પીતો.નથી ચીં ચીં  કરતો. થોડીવાર તેની ડોક ફેરવી મારી સામે, થોડીવાર બારી સામે જોઈ એ ઊડી જાય છે.

મેં પપ્પાને ફ્રેશ કરવા કીધુ, 
ચકી પિયર ગઈ હશે.

ના બેટા.
કાલે ફરીથી ચકો આવ્યો હતો.
મારા હાથ ઉપર બેઠો. મેં  તેના ઉપર હાથ ફેરવ્યો.
બેટા ! ફક્ત માણસ રડે છે તેવું નથી.
ચકાની આંખમાંથી પડતાં આંસુએ મારો હાથ ભીનો કરી નાખ્યો.
બેટા ! તેને ફક્ત વાચા નથી,  લાગણી તો હોય જ છે.
થોડી વાર પછી ચણ પણ ન ખાધી અને પાણી પણ ન પીધું.
ચકો ઉડી ગયો.
પપ્પા આકાશ સામે જોઈ બોલ્યા, મારી અનુભવી આંખ અને દિલ એવું કહે છે, બેટા ચકી...કાયમ માટે ઉડી ગઇ લાગે છે.
ચકો આ વિરહ સહન નથી કરી શક્તો.

અત્યાર સુધી હિંમત એકઠી કરી વાત કરતા કરતા પપ્પા મારા ખભે માથું મૂકી ધ્રુસકે  ધ્રુસકે રડી પડ્યા.
મારી આટલી ઉમ્મરમાં પપ્પાની આંખમાં આંસુ પણ જોયું ન હતું.
તેમની આંખોમાંથી આંસુનો ધોધ પડતો જોઈ હું પણ હિંમત હારી પપ્પા સાથે રડવા લાગ્યો.
બેટા ! તારી મમ્મી વગર નથી ગમતું.

મેં કીધુ, પપ્પા હું સમજુ છું પણ ઈશ્વર પાસે આપણે બધાં લાચાર છીએ.પપ્પાને પાણી પીવરાવી થોડા ફ્રેશ કર્યા. લ્યો  પપ્પા છાપું વાંચો ત્યાં સુધીમાં ચા બની જશે. આપણે બધાં સાથે ચા નાસ્તો કરીશું એમ  કહી હું તેમના રૂમની બહાર બ્રશ કરવા નીકળ્યો.

થોડીવાર પછી હું તેમના રૂમમાં ફરી ગયો.. તો ધીમે  ધીમે  ટેપ વાગતું હતું.

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણઘારો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી રે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પિંજરું માંગે.

હીંચકો  હલતો હતો. 
પપ્પા...હીંચકાની નીચે ઊંધા પડી ગયા હતા.
ટેપ ધીરે ધીરે વાગી રહ્યું હતું.
હું દોડતો તેમની બાજુમાં ગયો. પપ્પા...પપ્પા....શુ થયું.
તેમને ચત્તા કર્યા ત્યારે તેમના શ્વાસ ચાલતા બંધ થઈ ગયા હતા.
ડોક્ટરને બોલાવ્યા
ડોક્ટરે ચેક કરી કીધું, દાદાનું અચાનક મૃત્યુ થઈ ગયું છે.

એક જીવનસાથી વગરની કલ્પના હચમચાવી  નાખે તેવી હોય છે.
મેં બારી સામે જોયું. આજે ચકો પણ આવ્યો ન હતો.
પપ્પાનો રૂમ ખાલી...
જાણે બે ચકાએ એકસાથે 
ઉડવાનો નિર્ણય લઈ લીધો હોય.

મેં મમ્મીના ફોટા સામે ભીની આંખે જોઈ કીધું, મમ્મી તારા ગયા પછી પપ્પાને ખુશ કરવાના બધા પ્રયત્નો અમે કર્યા પણ અંદરનો તેમનો અજંપો અને એકલતા સામે અમે લાચાર હતા.
એ દૂર કરવાની તાક્ત તો તારી પાસે જ હતી.

દરેકની જિંદગી પણ આ 
ચકા ચકીની વાર્તા જેવી જ હોય છે.
ચકો લાવ્યો ચોખાનો દાણો 
અને ચકી લાવી મગનો દાણો... 
આ ઘરઘર રમતાં રમતાં જીવન ક્યાં પૂરું થઈ જાય છે એ ખબર નથી પડતી.
આ પંખીના માળા જેવી આપણા બધાની  જિંદગી છે.
નવાં પંખીઓ આવે છે
જૂનાં ઉડતાં જાય છે.

પપ્પાનું ગમતું ગીત યાદ આવી ગયું...

आदमी मुसाफिर है, 
आता है, जाता है ।
आते जाते रस्ते में, 
यादें छोड जाता है ।

झोंका हवा का, 
पानी का रेला 
मेले में रह जाये जो अकेला 
फिर वो अकेला ही रह जाता है ।

મિત્રો !
કોઈને યાદ કરીને રડતા 
બે પ્રકારના લોકો સંસારમાં જોવા મળે છે.
એક  સ્વજનો સાથે કરેલ ખરાબ વ્યવહાર યાદ કરીને રડતા હોય છે.
જયારે બીજા સ્વજનો સાથે ગાળેલ  અવિસ્મરણીય યાદો
ભૂલી ન શકવાને કારણે રડતા હોય છે.

પસ્તાવો થાય તેવી જિંદગી જીવવી નહિ.

તેથી બને ત્યાં સુધી...
આપણી વાણી, વર્તન, અને વ્યવહાર ઉપર સંયમ રાખવો.