નામ : 

ગુજરાતીઃ ગુલમહોર
હિન્દીઃ ગુલતુર
અંગ્રેજી : Peacock glower 
શાસ્ત્રીય : Delonix regia

વર્ગ : Fabaceae / Leguminosae

વર્ણન : ૭ થી ૧ ર મીટરનુ ઉંચુ થતુ પાનખર વૃક્ષ છે .

થડ : છાલ ભુરા રતાશ પડતા કથ્થાઈ રંગની હોય છે .

પાન : ૮.૩૦ સે.મી. લાંબા , લંબગોળ , અણીરહિત એક સળી પર ૬ થી ૯ જોડ પાન આવેલા હોય છે .

ફૂલ : ફૂલની ડીટડી આછા પીળા રંગની , લીલાશ પડતી , ફૂલ કેસરી રતાશ પડતા રંગના સફેદ જાયવાળા ત્રણ થી ચાર પાંદડીવાળા હોય છે . જે ઉનાળે આવે ત્યારે ઝાડ દુરથી ઓળખાય જાય છે . 

ફળ : લાંબી , ચપટી અને મોટી શીંગો થાય છે , કાચી હોય ત્યારે લીલી અને પાકે ત્યારે રાખોડી કથ્થાઈ રંગની થઈ જાય , બીજ લાંબા , બંને છેડે સાકડા થતા , ગોળાઈ લેતા રાખોડી રંગના , આછા ધોળારંગના , ક્રીમ , ચળકતા , મજબુત અને લીસા હોય છે . 

ઉપયોગઃ સુશોભન માટેનું વૃક્ષ છે . 

છાલ / પાનઃ છાલનો ઉકાળો કરી થોડો ગોળ નાંખી સવાર - સાંજ પીવાથી અલ્પ માસીકસ્ત્રાવ કે અટકેલુ માસીક નિયમીત થાય છે . 

ફૂલ : ખાંસી , શ્વાસ , ફેફ્સાના દર્દમાં અને મલેરીયાના તાવમાં ઉકાળો કરી મધ નાખી રોજ પીવું .

ફૂલ : માર્ચ - જુલાઈ . 

ફળઃ એપ્રિલ- ઓગષ્ટ . 

જોવા મળતા પ્રદેશઃ 

ગુજરાતઃ બધે જોવા મળે છે . 

ભારતઃ ગુજરાત , મધ્ય પ્રદેશ , મહારાષ્ટ્ર અને રાજસ્થાન . 

વિશ્વઃ ભારત , આફ્રિકા અને એશિયા . 

વૃક્ષ ઉછેરની રીતઃ બીજ અને રોપથી .

 “ નીચે બેસી ગયા તે બુધ્ધ થઈ ગયા , ઉપર ચડી ગયા તે નેતા થઈ ગયા , વૃક્ષ તો કપાઈને માત્ર ખુરશી થયું , પણ બેસનારા તેના કેવા કેવા થઈ ગયા .