આઈ લવ યૂ....🌹
ધીમે ધીમે આશાબેનને રાજુ પ્રત્યે નફરત જેવું થવા લાગ્યું.
ક્લાસમાં દાખલ થવાની સાથે જ તે આશાબેનનાં ધીક્કારનો નીશાન બનવા લાગતો. બધાં જ ખરાબ અને કુટેવવાળા ઉદાહરણ રાજુંને સંબોધીને જ કરવામાં આવતા. અને બીજા છોકરાઓ ખીલખીલાટ તેની ઠેકડી ઉડાવતા.
તેમને રાજુંને અપમાનિત કરીને સંતોષ થતો. જો કે રાજુંએ ક્યારેય પણ કોઈ વાતનો કોઈ જવાબ નહોતો આપ્યો. આશાબેનને તે એક બેજાન પથ્થર ની જેવો લાગતો,
જેની અંદર મહેસૂસ નામ ની કોઈ વસ્તુ હતી જ નહી. બધી જ ડાંટ અને વ્યંગ અને સજાનો જવાબમાં તે પોતાની ભાવનાભેર નજરથી આશાબેનને જોતો અને પોતાની નજર નીચે કરી નાખતો. આશાબેનને હવે તેના પ્રત્યે બહુ જ ઘીન્ન થવા લાગી હતી.
પહેલુ સેમેસ્ટર પુરુ થયું. અને રીપોર્ટ બનાવવાનો સમય આવ્યો તો આશાબેને રાજુ ના પ્રગતિ રીપોર્ટમાં આ બધા વીકપોઈન્ટ જ લખ્યા.
આશાબેન સહેજ ગુસ્સાભર્યા શબ્દોમાં બોલીને જતાં રહ્યા.
"રાજું જેવો હોશિયાર છોકરો મેં આજસુધી નથી જોયો", "બહુ જ સંવેદનશીલ છોકરો છે અને પોતાનાં મિત્રો અને શિક્ષકો પ્રત્યે બહુ જ લગાવ રાખે છે".
છેલ્લા સેમેસ્ટરમાં પણ રાજુંએ પહેલો નંબર મેળવ્યો હતો. મિસ.આશાબેને એ અનિશ્ચિત સ્થિતિ માં ક્લાસ 4 નો રીપોર્ટ જોયો જેમાં લખ્યું હતું રાજુંની અંદર તેની મમ્મીની બિમારીનો બહું જ ઉંડો પ્રભાવ પડ્યો છે. જેનાં કારણે તેનું ધ્યાન ભણવામાંથી ભટકી રહ્યુ છે,
રાજુંની મમ્મિને અંતિમ ચરણનું કેન્સર છે. ઘરમાં તેનું ધ્યાન રાખવા વાળુ બીજુ કોઇ નથી. જેનો ઉંડો પ્રભાવ તેના ભણવામાં થઈ રહ્યો છે.
રાજુંની મમ્મિ મૃત્યુ પામી છે, તેની સાથે જ રાજુંનાં જીવનની રોનક પણ તેને બચાવવો પડે છે
બહું વાર થઈ જાય તે પહેલા આશાબેનનાં દિમાગ પર ભયાનક બોજ સવાર થઈ ગયો. ધ્રુજતા હાથે તેમને રીપોર્ટ બંધ કર્યો આંખ માંથી આંસુની ધાર થવા લાગી.
બીજા દિવસે જ્યારે આશાબેન ક્લાસમાં દાખલ થયા અને રોજની જેમ પોતાનો પારંપરીક વાક્ય બોલ્યા "આઈ લવ યું ઓલ". પણ તે જાણતા હતા કે તે આ વખતે પણ સાચુ નથી બોલી રહ્યા, કારણ કે આ ક્લાસમાં બેઠેલો એક ઉલજેલા વાળવારા રાજું પ્રત્યે જ તેમને પ્રેમ મહેસૂસ થઈ રહ્યો હતો.
ભણાવતા સમયે તેમને રોજની જેમ એક પ્રશ્ન રાજુંને પુછ્યો અને રોજની જેમ રાજુંએ તેનું માથુ નીચે જુકાવી દીધું. જ્યારે થોડા સમય સુધી આશાબેન તરફથી કોઈ ડાંટ ફટકાર અને સહધ્યાયી તરફથી હાસ્યનો અવાજ તેના કાનમાં ન આવતાં તેને અચંબા સાથે માથુ ઉંચુ કરીને તેમની સામે જોયુ.
કોઈ કારણથી તેમનાં ચહેરા પર આજે ગુસ્સો ન હતો, હતું તો ફક્ત લાગણીભર્યુ સ્મિત. તેમને રાજુંને પોતાની પાસે બોલાવ્યો અને પ્રશ્નનો જવાબ જણાવીને તેને પણ બોલવાનો આગ્રહ કર્યો.
રાજુ પણ 3/4 આગ્રહનાં પછી છેવટે બોલી જ પડ્યો. તેના જવાબ આપવાની સાથે જ આશાબેન ખુશ થઈને તાળીઓ પાડી અને સાથોસાથ બધા પાસેથી પણ પડાવી. પછી તો આ રોજની દિનચર્યા બની ગઈ.... આશાબેન બધા પ્રશ્નનો જવાબ ખુદ જ આપતા અને રાજુનાં વખાણ કરતી. બધાં જ સારા ઉદાહરણ રાજુંને સંબોધીને જ કહેતા. ધીમે ધીમે રાજું સન્નાટાની કબર ચીરી ને બહાર આવતો રહ્યો.
વિદાય સમારોહમાં બધા છોકરાઓ આશાબેન માટે સુંદર ગીફ્ટ લાવ્યા હતા અને આશાબેનનાં ટેબલ પર ગીફ્ટનો ઢગલો થઇ ગયો.
આ બધા સરસ રીતે પેક કરેલા ગીફ્ટમાંથી એક જુનાં છાપામાં અવ્યવસ્થિત રીતે પેક કરેલું ગીફ્ટ પણ પડેલું હતું. બધા છોકરાઓ તે ગીફ્ટ જોઈને હસવા લાગ્યા,
કોઈને જાણવામાં વાર ન લાગી કે આ ગીફ્ટ રાજું લાવ્યો હશે તે. આશાબેને ગીફ્ટના ઢગલામાંથી તેને હળવેકથી બહાર કાઢ્યું. જેને ખોલીને જોયુ તો મહિલાઓ વાપરે તે અડધી વપરાયેલી અત્તરની શીશી અને એક હાથમાં પહેરવાનું મોટુ કડું હતું જેનાં મોટા ભાગનાં મોતી ખરી ગયેલા હતા.
થોડા સમય પછી તેને અટકતાં અટકતાં આશાબેનને જણાવ્યું કે "આજે તમારી પાસેથી મારી મમ્મિ જેવી ખુશ્બુ આવે છે".
સમયને જતાં ક્યા વાર લાગે છે.
દિવસ અઠવાડીયું, અઠવાડીયું મહીનાઓ, મહીનાઓ વર્ષોમાં બદલાતાં ક્યા વાર લાગે છે. પરંતુ દરેક વર્ષના અંતે આશાબેનને રાજું દ્રારા નિયમિત રુપે એક પત્ર મળતો જેમાં લખેલું હોતું કે "આ વર્ષે ઘણા નવા ટીચર્સને મળ્યો, પણ તમારી જેવું કોઇ ન હતુ. પછી રાજું ની સ્કુલ સમાપ્ત થઈ ગઈ અને પત્રોનો વ્યવહાર પણ. ઘણા વર્ષો વીતી ગયા અને આશાબેન પણ નિવૃત્ત થઇ ગયા.
એક દિવસ તેમને એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું. "આ મહિના નાં અંતમાં મારા લગ્ન છે, અને તમારા વગર હું લગ્નની વાત વિચારી પણનાં શકુ. અને એક બીજી વાત હું જીવનમાં ઘણા લોકોને મળ્યો પણ તમારી જેવું કોઇ નથી.....
લિ. ડોક્ટર. રાજું ". સાથે જ એક વિમાનની આવવા જવાની ટીકીટ પણ હતી.
આશાબેન પોતાની જાતને રોકી ના શકી, અને તે પોતાનાં પતિની રજા લઇને બીજા શહેર જવા નીકળી પડ્યા.
લગ્નનાં દિવસે જ્યારે તેઓ લગ્નસ્થળ પર પોંહોચ્યા તો તેમને લાગ્યું કે સમારોહ પુરો થઇ ગયો હશે....
પણ
"આ છે મારી માં"
વ્હાલા દોસ્તો આ સુંદર વાર્તાને ફક્ત શિક્ષક અને અને શિષ્ય નો સબંધ ને લિધે જ નાં વિચારતાં, તમારી આજુબાજુ જોવો, રાજું જેવા ઘણા ફુલ કરમાઈ રહ્યા છે, જેને તમારા થોડા ધ્યાનથી, પ્રેમથી અને સ્નેહથી નવું જીવન આપી શકો છો...!!
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ