“1 રૂપિયાની 6 પાણીપુરી”
              અને
“30 રૂપિયાની 6 પાણીપુરી” એ બે ની 
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“મેદાન પર આવીજા”
         અને
“ઓનલાઈન આવીજા” એ બે ની 
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“હોટલમાં ખાવા ઝંખવું” 
               અને 
“ઘરનું ખાવા ઝંખવું” એ બે ની 
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“બહેનની પારલે ચોકલેટ ચોરવી”
                 અને
“બહેન માટે સિલ્ક લાવવી” એ બે ની 
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“મમ્મી હજુ પાંચ મિનિટ ઉંઘવા દે”
                  અને
 “snooze બટન દબાવવું” એ બે ની 
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“તૂટેલી પેન્સિલ”
        અને 
“તૂટેલા મન” એ બે ની 
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“હું મોટો થવા માંગુ છું” 
             અને
 “હું ફરીથી બાળક બનવા માંગુ છું” એ 
બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“ચાલો મળીને પ્લાન કરીએ”
               અને
“ચાલો પ્લાન કરીને મળીએ” એ બે ની 
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

અને છેલ્લે ..

" કોઈનું પેટ વધી ગયું તો કોઈના વાળ ખરી ગયા."
" ઉંમર સાથે વધતા વર્ષો... 
આપણી સાથે કળા કરી ગયા.."

દરેકના 
શું સપના હતા 
ને દરેક શું બની ગયા....
          પરિસ્થિતિ પ્રમાણે બધા 
પોત-પોતાના રસ્તે પડી ગયા..!✍☺️