ઘણા વર્ષો પછી મને સ્કૂલના સમયના શિક્ષક મળી ગયા; ત્યારે અચાનક જ મારા મોઢે થી આ લાઈનો સરી પડી. 👇

*સાહેબ મને ફરીથી મરઘો બનાવો ને,*
"જિંદગીએ મને ખચ્ચર બનાવી દીધો છે".

*સાહેબ મને ફરીથી અંગુઠો પકડાવો ને,*
"જિંદગીએ મને કાન પકડાવી દીધા છે".

*સાહેબ મને ફરીથી બેન્ચ પર ઉભો રાખો ને,*
"જિંદગીએ મને ઓફિસમાં બેસાડી દીધો છે".

*સાહેબ મને ફરી થી લેસન આપો ને,*
"જિંદગીએ બરાબર ના પાઠ ભણાવી દીધા છે".

*સાહેબ મને પાણી પીવા કલાસ ની બહાર જવા દો ને,*
"જિંદગીએ મને કામ માં વ્યસ્ત કરી દીધો છે".

*સાહેબ પીઠ પર એક હેત ભર્યો ધબ્બો મારો ને*
"જિંદગીએ પીઠ ઉપર બોજો નાખી દીધો છે !!!!"

*મારા શિક્ષક ને સમર્પિત*

સાહેબે જવાબ આપ્યો

*સાહેબે વિધાથીઁને કહ્યુ, બેટા મને ફરીથી ગુરુ બનાવને...... સમાજે મને મજૂર બનાવી દીધો છે...*.