એક કુવો હતો કુવામાં ઘણા દેડકા સાથે રહેતા હતા.

પરંતુ એમાં એક એવો દેડકો હતો જે ખૂબ જ ઇર્ષાળુ હતો એને બધાની ઈર્ષા બહુ થાય.

એક દિવસ બન્યું એવું કે એક સાપ કુવામાં આવ્યો. 

બધા દેડકા એ ભેગા થઈને સાપને હાંકી કાઢ્યો

પણ બીજા જ દિવસે પેલો ઈર્ષાળુ દેડકો સાપ પાસે ગયો અને સાપને કહ્યું કે, 

તુ કુવામાં આવ અને મારે ત્યાં રહેજે.

સાપને કહ્યું કે તારે ત્યાં રહેવાની વાત તો બરોબર છે પણ મારે ખાવાનું શું ?? 

ત્યારે પેલા ઈર્ષાળુ દેડકાએ કહ્યું કે તારે દરરોજ એક એક દેડકાને ખાવાનો પણ એક શરત કે તારે મારા કુટુંબ માં કોઈને ખાવાના નહીં. 

સાપે હા કહ્યું અને કુવામાં જઈ પેલા ઈર્ષાળુ દેડકાને ત્યાં રહેવા લાગ્યો અને રોજ એક એક દેડકો ખાવા લાગ્યો, 

બીજા દેડકાઓએ વિરોધ કરતાં પેલો ઈર્ષાળુ દેડકો બોલ્યો કે સાપ મારો મિત્ર છે ને મારે ત્યાં જ રહેશે. તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ, આમ એક એક કરતાં બધા દેડકાને સાપ ખાઈ ગયો, 
હવે ઈર્ષાળુ દેડકા નો પરિવાર બચ્યો હતો

સાપે એના પરિવારને પણ ખાવાની શરૂઆત કરી. 

પેલા ઈર્ષાળુ દેડકાએ સાપને કહ્યું કે મેં તો તને મારા પરિવાર ને ખાવાની ના કહી હતી ને, તો સાપએ કહ્યું કે હું તારા પરિવારને ના ખાઉં તો ભુખ્યો રહું એટલે તારા પરિવારને જ નહીં પણ હવે તો તારો પણ વારો આવશે અને સાપ એ ઈર્ષાળુ દેડકાને પણ ખાઈ ગયો. 

તાત્પર્યઃ- સમાજ ના ઈર્ષાળુ દેડકા પોતાના સ્વાર્થ માટે આખા સમાજ ને નુકશાન કરે છે, અંતે તો એમનો પણ વારો આવે જ છે. આવા દેડકા પોતે ડૂબે છે સાથે આખા સમાજ ને ડુબાડે છે.

આ સ્પેશિયલ પ્રજાતિ નું દેડકુ દરેક ગામ કે સમાજ માં જોવા મળે છે.