સૂર્યપ્રકાશના સોનેરી લાભ: શિયાળાના તડકામાં બેસવાથી ઓમિક્રોન સામે લડત આપતી ઈમ્યુનિટી વધશે, જાણો સનબાથના શું છે ફાયદાઓ


શિયાળાની સવારે તડકામાં બેસવાથી માંસપેશીઓ અને હાડકાં તો મજબૂત બને છે, સાથે સાથે

સૂર્યપ્રકાશથી સારી એવી ઊંઘ આવે છે અને મેન્ટલ હેલ્થ પણ સારી બને છે

શિયાળાની કડકડતી ઠંડીમાં તડકામાં બેસવાની તો મજા જ કંઈક જુદી હોય છે. આવા તડકામાં બેસી તમે તમારી ઈમ્યુનિટી તો સ્ટ્રોન્ગ બનાવી શકો છો. પણ તેનાથી તમે ઓમિક્રોનની સામે પણ રક્ષણ મેળવી શકો છે. કુણા તડકામાં બેસવાથી શરીરને ગરમાવો મળે છે અને ભરપૂર વિટામિન-D મળી રહે છે. 

સૂર્યપ્રકાશથી શરીરને કેલ્શિયમ અને ફોસ્ફરસની ઊણપ દૂર થાય છે. કોરોના જેવા વાયરસ સામે લડવા માટે શરીરમાં વિટામિન-Dની યોગ્ય માત્રા હોવી જરૂરી છે જે જળવાઈ રહે છે.

જો શરીરમાં વિટામિન-Dનું લેવલ ઓછું થઈ જાય તો તેનાથી જ ઘણી બીમારીઓ થઈ શકે છે. ત્યારે શિયાળામાં તડકામાં બેસવાથી અઢળક ફાયદા મળે છે. શા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે? તડકામાં બેસવાના કયા ફાયદા છે ચાલો જાણીએ....