નામ :
ગુજરાતીઃ અલુ , અલી , ફાલફડો
શાસ્ત્રીય : Meyna laxiflora
વર્ગ : Rubiaceae
વર્ણન : ૫ થી ૧૦ મીટરની ઉંચાઈ ધરાવતુ નાનું વૃક્ષ છે .
થડ : આછા ભૂરા રંગનું હોય છે .
શાખા : આછા કાળારંગની હોય છે .
પાન : સામ - સામા રાયણના પાનની જેવા દેખાય અને શાખાની ટોચ પર ફરતા ઝુમખામાં હોય છે .
ફૂલ : લીલાશ પડતા સફેદ ચંપાના ફૂલની જેવા , સુગંધ ચંપાના ફૂલથી સારી આવે .
ફળ : કાચા હોય ત્યારે લીલા , ચળકતા , જામફળ જેવા લંબગોળ , પાકે ત્યારે રાખોડી જૂિરી રંગના દેખાય છે .
ઉપયોગ :
ફળ : ફળ ખવાય છે . સહેજ ખાટુ મીઠાશ લેતુ હોય છે . વન્યપ્રાણીઓ ખાય . ઘણીવાર બજારમાં વેચાય છે .
ફૂલ : ડિસેમ્બર - જૂન.
ફળ : જૂન - ઓગસ્ટ
જોવા મળતા પ્રદેશોઃ
ગુજરાતઃ સૌરાષ્ટ્ર , મધ્ય અને દક્ષિણ ગુજરાત .
ભારતઃ ગુજરાત , મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ,
વિશ્વઃ ભારત , મ્યાનમાર , અને દક્ષિણ જાવા .
વૃક્ષ ઉછેરની રીતઃ બીજ અને રોપથી .
“ વન રહેશે ધરા પર જયાં સુધી , જીવન રહેશે નિરોગી ત્યાં સુધી . “ સુખ સમૃધ્ધિની જેને હોય ચાહના , રાખવી એણે વૃક્ષારોપણની ભાવના . ”
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ