સાંપ્રત સમયમાં ગામડાનો સામાન્ય વ્યક્તિ પણ whatsApp, Facebook અને Youtube નો ઉપયોગ કરતો થયો છે. એક નાનકડુ બાળક કે જે હજુ માંડ બોલતા પણ નથી શિખ્યું એવા બાળકને પણ મોબાઇલમાં Youtube જોતા કે વાપરતાં આવડે છે. મતલબ કે એક અબોધ બાળકથી લઇ દરેક યુવાન તેમ જ મોટી ઉમરના દાદા-દાદી સૌને આ social media માં રસ પડે છે. તો કેમ ના એનો આપણા કામમાં લાભ-ફાયદો ઉઠાવવામાં આવે ??...



   સામાન્ય રીતે એવું જોવામાં ને જાણવામાં આવે છે કે ગામડાના ઓછું ભણેલા તેમજ ખેત મજુરી કરતા લોકો પોતાના બાળકના અભ્યાસમાં ધ્યાન આપતા નથી... અરે..!! ગણા વાલીઓને તો પોતાનું બાળક કયા ધોરણમાં ભણે છે તે પણ ખબર હોતી નથી. તો એ શું ભણે છે એ જાણવાનો તો પ્રશ્ન જ નથી ને..! એના માટેના પણ ઘણા કારણો છે.. જેવા કે...
à ગામડાના વાલીઓનો એવો વ્યવસાય અને તેમની જીવનશૈલી તેના માટે મોટો ભાગ ભજવે છે. ખેત મજુરી કરવામાંથી કે અન્ય કામમાંથી તેમને બાળકના અભ્યાસ તરફ ધ્યાન આપવાનો સમય નથી અથવા તો કામના કારણે થાકી જવાથી સમય નથી આપી શકતા. અથવા તો
à પોતે નિરક્ષર હોવાથી પોતાનું બાળક શું ભણે છે તે જોવા માટે કે સમજી ન શકવાના કારે એની તરફ ધ્યાન નથી આપતા.
à ઘણી વાર ઘરે નાનું બાળક હોય તો પોતાને કામ હોવાથી શાળામાં ભણતા પોતાના બાળકને પણ નાના ભાઇ-બેનને સાચવવા ઘેર રાખે છે..અથવા વધુમાં આ જ વાલીઓ પચાસ કે સો રૂપિયાની લાલચે બાળકે પણ મજુરીએ લઇ જાય છે.
à ગણા વાલીઓની માન્યતા કે અંધશ્રધ્ધા પણ મહત્વનો ભગ ભજવે છે. વાલી એવું માને છે કે દીકરી તો પરણીને સાસરે જવાની તો એને ભણાવીને શું કરવું. અથવા બીજી અંધશ્રધ્ધાઓના કારણે તેઓ દીકરીઓને અભ્યાસ છોડાવી દે છે.
(સમય ના અભાવે તો ગણા વાલીઓ પોઅતાના બાળકોમાં રહેલા કૌશલ્યોને પણ નથી જોઇ શકતા. શાળા કક્ષાએ થતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ખુબ સુંદર પાત્ર ભજવતા બાળકોને તેમના માતા-પિતા જ જોઇ નથી શકતા)
  આવા પ્રકારના ગણા કારણો છે કે વાલીઓમાં જાગૃતતાના અભાવે કે માર્ગદર્શનના અભાવે ગામડાના હોશિયાર બાળકો અભ્યાસમાં પાછળ રહી જાય છે અથવા તો છોડી જાય છે. તો હવે એનો ઉપાય શું કરવો ? એ વિશે વિચારીએ તો થોડાક વિચારો સામે આવે છે.. જેવા કે
  પોતાના બાળકના અભ્યાસ પાછળ ધ્યાન ન આપતા કે અધવચ્ચે અભ્યાસ છોડાવી દેતા વાલીઓ માટે શું કરવું કે તેઓ બાળકના અભ્યાસમાં રસ લેતા થાય ?
સૌથી પહેલા તેમને જરૂર છે માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહનની.
-- વાલીઓને શાળા સુધી લાવવા પડશે પણ એમની પાસે શાળા સુધી આવવાનો સમય નથી તો...?
-- તો આપણે એમની પાસે જવું પડશે પણ આપણી પાસે પણ એમની પાસે જવાનો સમય નથી અથવા તો જઇએ ત્યારે વાલી મળતા નથી/ તેઓ કામે ગયેલા છે. તો શું કરવું ?
   તો એનો ઉપાય એવો કરી શકાય કે તેમની આજુ-બાજુ અથવા કુટુંબ-મહોલ્લામાં રહેતા ભણેલા યુવાવને આમાં જોડી શકાય. કે તે આ કામ કરે. પણ એની પણ કેટલીક મર્યાદાઓ હોવાથી તે જરૂરીયાતના સમયે શાળા સુધી આવી નથી શકતા. (દરેક વ્યક્તિને પોત-પોતાનું કામ હોવાથી આ પ્રશ્ન સૌના માટે રહેવાનો) તો હવે ઉપાય શો...?

હવે એના માટે થોડાક ઉપાયો આ પ્રમાણે કરી શકાય..
(સાંપ્રત સમયમાં ગામડાનો સામાન્ય વ્યક્તિ પણ whatsApp, Facebook અને Youtube નો ઉપયોગ કરતો થયો છે. એક નાનકડુ બાળક કે જે હજુ માંડ બોલતા પણ નથી શિખ્યું એવા બાળકને પણ મોબાઇલમાં Youtube જોતા કે વાપરતાં આવડે છે. મતલબ કે એક અબોધ બાળકથી લઇ દરેક યુવાન તેમ જ મોટી ઉમરના દાદા-દાદી સૌને આ social media માં રસ પડે છે. તો કેમ ના એનો આપણા કામમાં લાભ-ફાયદો ઉઠાવવામાં આવે ??...)
શું કરવું / કેવી રીતે કરવું ?
-- શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ અથવા ગામના જે યુવાનો whatsApp નો ઉપયોગ કરે કરે છે. તેમના મોબાઇલ નંબર મેળવી એક whatsApp ગ્રુપ બનાવવું અને શાળાની દરેક પ્રવૃત્તિઓ જેવી કે વિવિધ રમતો, વિવિધ સ્પર્ધાઓ (ચિત્ર, નિબંધ, રંગોળી), એકમ કસોટી અને તેના પરીણામ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ગણિત/વિજ્ઞાન પ્રદર્શન વગેરે ના વિડિયો અને ફોટોગ્રફ શેર કરવા.
જે બાળકોએ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હોય, રમત ગમતમાં વિજેતા થયા હોય, તાલુકા, જિલ્લા કે રાજ્ય કક્ષાની કોઇ સ્પર્ધામાં પ્રમણપત્ર શિલ્ડ - મેડલ કે ઇનામ મેળવ્યું હોય તેના ફોટોગ્રાફ વગેરે શેર કરવા
-- શાળાની એક Youtube ચેનલ બનાવવી અને શાળા કક્ષાએ થતા સાંસ્કૃતિક પ્રોગ્રામ કે શૈક્ષણિક પ્રવૃત્તિઓના વિડીઓ તેમાં અપ્લોડ કરવા અને તે વાલીઓ સાથે કે whatsApp, Facebook પર શેર કર્વા જેથી વાલીઓ પોતાના બાળકમાં અહેલા કૌશલ્યને જોઇ શકે, જાણી શકે
-- શાળાના નામે Facebook બનાવી તેમાં ઉપરોક્ત બાબતોના વિડીયો અને ફોટોગ્રાફ શેર કરવા જેથી ગમના યુવાનો તેમજ અન્ય શાળાના શિક્ષકો આ પ્રવૃત્તિઓ જોઇ જાણી શકે.

પરીણામ : ઉપરોક્ત બાબતોનું પરીણામ એ આવશે કે whatsApp, Facebook અને Youtube જેવા social mediaના માધ્યમથી વાલીઓમાં/ ગામ લોકોમાં જાગૃતતા આવશે, તેઓ શાળાની પ્રવૃત્તિઓ પ્રોગ્રામને જાણતા થશે એટલે શાળા પ્રત્યે તેમની આત્મિયતા અને લગાવ વધશે. જે વાલીઓ પોતાના બાળક્ના અભ્યાસમાં ધ્યાન નથી આપતા તેમને માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન મળશે,  શાળાના કાર્યમાં સહભાગી અને મદદરૂપ થશે, શાળાને લોક સહયોગ તેમજ લોકફાળો પણ મળશે.
વધુમાં જે વાલીઓ પોતાના બાળકને પ્રાઇવેટ શાળાઓમાં મુકે છે તેમના માટે સરકારી શાળા વિશેની મનસિકતામાં બદલાવ આવશે. વાલી પોતાના બાળકના શિક્ષણમાં રસ લેતા થાય તો આપમેળે શિક્ષની ગુણવતા અને સ્તર સુધરશે જ...
                                                                   ................ થેંક્યુ 
આ વિચારો માત્ર મારા પોતાના છે કદાચ તમે મારી સાથે સહમત ના પણ હોઇ શકો... રાકેશ રાઠોડ