ઇનોવેશ : એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ માટે ઇનોવેશન  - રાઇટપ કાર્ય કેવી રીતે કરવું કે ઇનોવેશન કેવી રીતે કરવું તેના માટે અહીં એક નમુના રૂપ ઇનોવેશન મુકેલ છે જે તમને ઉપયોગી થશે. 
     પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ઘણા શિક્ષકો ઉત્તમ કામ કરી રહ્યા છે. અને શિક્ષણ ક્ષેત્રે પોતાના નવીન વિચારોનો અમલ કરી શિક્ષણમાં ઉચ્ચ  સિધ્ધીઓ મેળવી રહ્યા છે. આવા જ નવીન વિચારનું શિક્ષણ માં અમલીકરણ અને તેમાં મળેલી સફળતા એટલે ઇનોવેશન..
શિક્ષક મિત્રો કામ તો ઉત્તમ કરી રહ્યા છે પણ તેઓ પોતા કામને બહાર લાવતા નથી તેને પોતાના પુરતું જ સિમિત રાખે છે. આવા મિત્રોને ખાસ વિનંતી છે કે તમે કરેલા ઉત્તમ કાર્યને બહાર લાવો, બીજાની સામે એક ઉત્તમ નમુના રૂપે મુકો જેથી બીજા શિક્ષકોને પણ એમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે..

એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ -2018
નામ:- રાઠોડ રાકેશસિંહ દાનસિંહ  
હોદ્દો:- સી.આર.સી. કો. કનેડીયા  
       તા.-સતલાસણા , જી.મહેસાણા
મોબાઇલ નંબર:- 94291 77184
Website :- www.rdrathod.in
Email :- rathodrakesh555@gmail.com
શિર્ષક :- social media ના માધ્યમથી વાલીઓમાં જાગૃતતા લાવી અને સહકાર મેળવવો.

હેતુ :- શાળા કક્ષાએ થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને બાળકોની પ્રગતિથી વાલીઓ માહિતગાર થાય.
     :- શાળાકીય પ્રવૃત્તિઓમાં વાલીઓ રસ લેતા થાય અને લોકસહકાર વધે.  

કાર્ય પધ્ધતિ :- જે બાળકોના વાલી whatsapp નો  ઉપયોગ કરે છે. આવા બાળકોના વાલીઓના મોબાઈલ નંબર મેળવી એક whatsapp ગ્રૂપ બનાવવામાં આવ્યું. જેમાં શાળા કક્ષાએ થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સાંકૃતિક કાર્યક્રમના ફોટોગ્રાફ્સ, વિડીયો, શેર કરવામાં આવ્યા. એકમ કસોટીના પરીણામ, બાળકોની હાજરી, મીટીંગ અંગેની માહિતી મોકલવામાં આવે છે. શાળાની Youtube ચેનલ ઉપર અપલોડ કરેલ વિડિયોની લીંક્સ ગ્રૂપમાં શેર કરવામાં આવે છે. શાળાના Facebook માં પણ ગામના જે યુવાનો Facebook નો ઉપયોઅગ કરે છે તેમને જોડી તેમાં પણ શાળાની દરેક પ્રવૃત્તિઓ શેર કરવામાં આવે છે.

મૂલ્યાંકન:- પ્રસ્તુત ઇનોવેશનનું મૂલ્યાંકન ગ્રૂપ બનાવ્યા પછી એક માસ બાદ મીટીંગનું આયોજન કરીને કરવામાં આવ્યું. જેમાં ગ્રૂપ બાબતે ચર્ચા કરવામાં આવી. જેમાં વાલીઓની જાગૃતતા અને શાળા સાથેનો સંપર્ક વ્યવહાર વધતો જણાયો, ગ્રુપમાં સતત વાલીઓના સૂચનો અને માર્ગ દર્શન તથા લોક સહકાર મળી રહે છે.

પરીણામ:- વાલી અને શાળાના સતત સંપર્કથી વાલીઓની જાગૃતતા વધી. શાળા પ્રત્યેનો સંપર્ક અને લગાવ વધ્યો. અને શાળાની દરેક પ્રવૃત્તિથી માહિતગાર થાય છે. શાળામાં 50000 થી 100000 સુધીનો લોકફાળો મળે છે. શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તેમ જ વિવિધ કાર્ય ક્રમોમાં ભાગ લેતા બાળકોને ગામના યુવાનો તરફથી સારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે.