મોબાઇલ અત્યારના આ આધુનિક સમયની સૌથી મોટી જરુરીયાત...  સાચી વાત ને...! મોબાઇલની શોધ અને તેમાય ઇન્ટરનેટનો ઉપયોગ મનુષ્યના જીવનને સંપૂર્ણ પણે બદલી નાખ્યૂ છે. ત્યારે દરેક વ્યક્તિ મોબાઇલમા પોતાની ઘણી પર્સનલ માહિતી રાખતા હોય છે. આવી માહીતી દરેકની પર્સનલ હોવાથી તેને છુપાવીને રાખતા હોય છે. કોઇ બીજી વ્યક્તિ તે જોઈ ના જાય એના માટે મોબાઇલમાં પાસવર્ડ અથવા તો પેટર્ન લોક રાખતા હોય છે. પણ ઘણીવાર તેઓ પોતે જ આ લોક ભૂલી જાય છે.  અને જ્યારે આવુ થાય ત્યારે પોતાના માટે જ મુશ્કેલી સર્જાતી હોય છે. જો તમારે પણ આવુ જ થાય તો.. ? શુ કરશો.. ? 
જો તમે  મોબાઇલનો પેટર્ન લોક ભૂલી ગયા છો ? તો બસ આટલુ કરો..  ફટાફટ ખૂલી જશે લોક
જો તમે  મોબાઇલનો પેટર્ન લોક ભૂલી ગયા છો ? તો બસ આટલુ કરો..  ફટાફટ ખૂલી જશે લોક
ચિન્તા ના કરો યાર .. ! એટલુ સમજી લો કે - 'હર મર્જ કી દવા હોતી હૈ' તો આનો પણ રસ્તો મળી જશે.. હુ તમને અહીં એનો જ ઉપાય બતાવીશ... બસ નીચે બતાવેલી માહીતી વાંચી લો એટલે પ્રોબ્લેમ સોલ્વ
ઘણી વાર આપણે આપણા બાળકોને કારણે કે પછી બીજા કોઇ કારણે આપણા સ્માર્ટ મોબાઇલ ફોનનો પાસવર્ડ કે પેટર્ન લોક ભૂલી ગયા તો જાણે મોટી મુશ્કેલી સર્જાઇ જાય છે. કેમ કે આપણે પોતે જ વધારે સિક્યોરીટી માટે અઘરો પાસવર્ડ કે આંકવર્ડ પેટર્ન રાખતા હોઇએ છીએ અને પછી ભૂલી જઇએ છીએ. આવુ ઘણા લોકો સાથે થતુ હોય છે. બસ એટલા જ માટે તમારા ને અમારા... આ પ્રોબ્લેમનુ સોલ્યૂશન આ રહ્યુ... નીચે આપેલી ટ્રીક ને અનુસરો એટલે કોઇ પણ સ્માર્ટફોનનો લોક ખુલી જશે..
👉  સૌથી પહેલા એક કોમ્પ્યુટર અથવા તો એક સ્માર્ટફોન લો.. એ બીજાના મોબાઇલ કે કોમ્પ્યુટરમાં crome કે firefox  જેવુ બ્રાઉઝર ઓપન કરો.
👉 હવે એ બ્રાઉઝરમાં
  ( http://myaccount.google.com/find-your-phone-guide) એવુ ટાઇપ કરી ને સર્ચ કરો..  અને એ લિંક એડ્રેસ પર જાઓ   (એના માટે તમારી પાસે તમારુ Gmail id ( ગુગલ એકાઉન્ટ)  હોવું જરૂરી છે.)
👉  હવે કોમ્પ્યુટરમાં કે બીજાના મોબાઇલમાં  જે સ્ક્રીન ઓપન થાય એમાં તમારા પોતાના ઈમેલથી લોગઇન કરો. (જે ઈમેઈલ આઈડી તમારા ફોનમાં એડ કરેલ હતુ એ જ ઈમેઈલ આઈડી વાપરવું)
👉 એક વખત તમે લોગીન થશો એટલે જ્યાં જ્યાં તમારા ઇમેઇલથી લોગીન થયેલ હશે તે બધા જ ડીવાઇઝનુ લીસ્ટ જોવા મળશે. એ લીસ્ટમાંથી તમે જે મોબાઇલનો પાસવર્ડ ભૂલી ગયા છો એ ડિવાઈસને શોધી સિલેક્ટ કરી લો. ત્યારબાદ તમને એક ઓપશન જોવા મળશે જેમાં Lock Your Phone એવો ઓપશન હશે.
👉 હવે ત્યાં એક બોક્ષ ઓપન થશે જેમાં આપેલું હશે કે જુનો પિનકોડ કે પછી પેટર્નની જગ્યાએ નવો પાસવર્ડ સેટ કરો અને પછી નીચેની તરફ લખેલા Lock બટન પર ક્લિક કરો. હવે તમારા સ્માર્ટફોનમાં નવો પાસવર્ડ અને પેટર્ન એન્ટર કરો અને લોક ખુલી જશે...
👉 ઉપરની બધી પ્રોસેસ પૂરી થયા બાદ  તમારા મોબાઇલમાં શોધેલી ટેબ ને એક વાર રીફ્રેશ કરી લો એટલે તમારો સ્માર્ટફોન પણ અનલોક થઇ જશે.
.... છે ને ખુબ જ ઉપયોગી અને મસ્તમજાની ટેકનીક.  આ ટ્રીકથી તમારો કોઇ પણ મોબાઇલના ખોવાઈ ગયેલ કે ભૂલી ગયેલ પાસવર્ડને તેમજ પેટર્ન સ્ક્રીનલોકને અનલોક કરી શકાય છે.

લેખન અને સંપાદન : રાકેશ રાઠોડ
  મિત્રો... આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, જો તમને આ લેખ ગમ્યો હોય તો આ લેખને વધુમાં વધુ શેર કરો. અને આવી જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આ પેજ ને લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.