ર્માં દુર્ગા અને તેમની શારદેય નવરાત્રી - ક્યારે શરૂ થાય છે ? અને તેમની પૂજા વિધી
ઓક્ટોબર 2018 આસો- શરદીય નવરાત્રી:
10 ઑક્ટોબર થી શરદીય નવરાત્રી શરૂ થાય છે. હિન્દુ પંચગ મુજબ અશ્વિના મહિના ના શુકલ પક્ષથી નવરાત્રી નો પ્રારંભ થાય છે જે નવ દિવસ નવમી સુધિ ચાલે છે. આ નવ દિવસની નવરાત્રીમાં મતાજી ના નવ અલગ- અલગ રૂપો ની પૂજા થાય છે.
1 - ર્માં શૈલપુત્રી
2 - ર્માં બ્રહ્મચરિણી
3 - ર્માં ચન્દ્રઘંટા
4 - ર્માં કુષ્માંડા
5 - ર્માં સ્કંદમાતા
6 - ર્માં કાત્યાયની
7 - ર્માં કાલરાત્રી
8 - ર્માં મહાગૌરી
9 - ર્માં સિદ્ધીદાત્રી
માતાજી ના આ 9 અલગ અલગ રૂપ છે. નવરાત્રી ના પાહેલા દિવસે માતા શૈલપુત્રી
ગરબાની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રીના અંતમાંંએટલે કે દસમા દિવસે કન્યા પૂજન થાય છે. અને પછી ઉપવાસ ખોલવામાં આવે છે.
નવરાત્રી નું મહત્વ
હિન્દુ ધર્મમાં નવરાત્રીનું ન ખુબ જ મહાત્વ છે. આખા વર્ષમાં કુલ મળીન ને (4) વખત નવરાત્રી આવે છે. ચૈત્ર અને અશ્વિની મહિનાના શુક્લ પક્ષથી નવમી સુધી થનારા નોરતા સૌથી વધુ લોકપ્રિય છે. આ સિવાય અષાઢ અને માઘ મહિનામાં ગુપ્ત નવરાત્રી આવે છે. તંત્ર સાધના માટે ગુપ્ત નવરાત્રીનું ખુબ જ મહત્વ હોય છે. દેવી માતાને પ્રસન્ન કરવા તાંત્રીક તંત્ર સાધના કરે છે. પરંતું સિધ્ધિ સાધના માટે શરદીય નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે.
અષાઢ અને માઘ મહિનાના શુક્લ પક્ષમાં આવનારી નવરાત્રી ગુપ્ત નવરાત્રી કહેવાય છે. જો કે ગુપ્ત નવરાત્રીને સામાન્ય રીતે નથી નથી મનાવવામાં આવતી. પરંતું તંત્ર સાધના કરવા વાળાઓ માટે ગુપ્ત નવરાત્રી ખુબ જ મહત્વ ધરાવે છે. તાંત્રીકો દ્વારા આ સમયે દેવીર્માંની સાધના કરવામાં આવે છે. નવરાત્રીના ૧૦ મા દિવસે દશેરો મનાવવામાં આવે છે.
નવરાત્રીમાં શુભ કાર્યો
આ નવરાત્રીમાં દરેક પ્રકારના શુભ કાર્યો કરવામાં આવે છે. નવરાત્રીના ૯ દિવસ ખુબ જ શુભ હોય છે. એમાં કોઇ વિશેષ કાર્ય માટે મુહુર્ત જોવાની જરૂર નથી હોતી. આ ખાસ દિવસોમાં લોકો નવા ઘરમાં પ્રવેશ અને નવી ગાડીઓની ખરીદી કરે છે.
નવરાત્રી 2018 કેલેન્ડર - કઈ તિથિ પર ક્યા દેવીની થાય છે પૂજા ?
10. ઑક્ટોબર - નવરાત્રીનો પહેલો દિવસ - ર્માં બ્રહ્મચારીણી પૂજા અને ગરબાની સ્થાપના
11. ઑક્ટોબર - નવરાત્રી નો બિજો દિવસ: ર્માં ચન્દ્રઘંટા પૂજા
12. ઑક્ટોબર - નવરાત્રી નોદિવસ: ર્માં કુષ્માંડા પૂજા
13. ઑક્ટોબર - નવરાત્રી નો ચોથો દિવસ: ર્માં સ્કંદમાતા પૂજા
14. ઑક્ટોબર - નવરાત્રી નોપંચમો દિવસ: ર્માં સરસ્વતી પૂજા
15. ઑક્ટોબર - નવરાત્રી નો છઠ્ઠો દિવસ: ર્માં કાત્યાયની પૂજા
16. ઑક્ટોબર - નવરાત્રી નો સતામો દિવસ: ર્માં કાલરાત્રી - સરસ્વતી પૂજા
17. ઓક્ટોબર - નવરાત્રી નો અઠમો દિવસ: મહા ગૌરી, દુર્ગા અષ્ટમી, નવમી પૂજન
18. ઑક્ટોબર - નવરાત્રી નો નવોમો દિવસ : નવમી હવન - નવરાત્રી પારણ
19. ઓક્ટોબર -: દુર્ગા વિસર્જન - વિજયા દશમિ
Tags:
નવરાત્રી