કોલેજની કેંટીનમાં બેઠા બેઠા શ્રેયા ક્યારનીએ રાહ જોતી હતી.. ત્યાં
હાયે... શ્રેયા..! કહેતો વિશાલ બાજુમાં આવીને બેઠો.
હાયે...
સોરી યાર... થોડુ મોડુ થઇ ગયું..!
ઇટ્સ ઓકે.. નો પ્રોબ્લમ..
હા યાર.. તને તો ક્યાં કોઇ પ્રોબ્લેમ હોય છે...? ક્યારેય.. !
હવે પ્રોબ્લેમ હોય કે ના હોય, શો ફર્ક પડવાનો છે એનાથી ? તું મોડો આવ્યો એમાં કંઇ થોડો વહેલો આવી જવાનો છે..? શ્રેયાએ થોડો સણકો કર્યો.
ઓકે ઓકે યાર..., તને સમજવી તો બઉ મુશ્કેલ છે..પણ તું છે બઉ જ સ્વિટ હાં.. ચેકલેટ જેવી.. હવે બોલ કે તુ ચા પીશ કે કોફી...?
બસ હવે, મસ્કા મારવાની જરુર નથી.. અને તારે જે મંગાવવું હોય તે મંગાવ...
ઓકે તો... કોફી... વેઇટર.... બુમ પાડીને વિશાલે બે કોફીનો ઓર્ડર આપ્યો....
આ શ્રેયા એટલે કોલેજની ટોપર વિધ્યાર્થીની. એક મધ્યમ વર્ગની હોશિયાર છોકરી.... જે કોલેજમાં હંમેશાં ફસ્ટ આવે છે.. હા જોકે એ દેખાવમાં એટલી સ્માર્ટ નથી લાગતી.. પણ મધ્યમ એવી સોહામણી ને આકર્શક તો ખરી જ...
વિશાલ માટે પણ તેને પ્રેમમાં મનાવવી બઉ જ મુશ્કેલ હતી.. લગભગ બે વર્ષ પાછળ પાછળ ફર્યા પછી ને ગણી મહેનતે તેને વિશ્વાસ અપાવ્યા પછી તે માની હતી.. બાકી તો વિશાલ માટે કોલેજની કોઇ પણ છોકરીને ફસાવવી ડાબા હાથનો ખેલ હતો.. પોતે દેખાવમાં આકર્ષક અને સ્માર્ટ હતો.. એક પૈસાદાર બાપનો દિકરો કે જેને ભણવાથી કોઇ ખાસ ફર્ક નથી પડવાનો.. કારણ કે મોટા થઇને તેણે પોતાના પિતાનો બિજનેસ જ સંભાળવાનો હતો..
શ્રેયા એક સવાલ પુછું ?
હં.. બોલ... કહી ને શ્રેયાએ કોફીનો કપ ઉઠાવ્યો..
તું ખોટુ ના લગાડતી.. હું તો જસ્ટ તને પુછુ જ છું.. થોડુ અટકીને તે બોલ્યો.. ‘તું મને કેટલો લવ કરે છે..?
શ્રેયા કંઇ બોલી નહી.. બસ ચુપ રહી...
અરે યાર.. કંઇક તો બોલ.. ‘કોઇ કારણ સર આપણો બ્રેકપ થઇ જાય કે આપણે છૂટા પડી જઇએ તો તું શું કરે ? તને એનાથી કોઇ ફર્ક પડે કે નઇ ?
વિશાલના પુછેલા સવાલનો શ્રેયાએ કોઇ જવાબ ના આપ્યો.. બસ બોલ્યા વગર વિશાલની સામે જોઇ રહી.. પણ તેની આંખોના ખુણામાં વિશાલને બે આંસુ ઉભરાતા દેખાયા..
હાથમાંનો કપ નીચે મુકીને તેણે શ્રેયાનો હાથ પકડી લીધો... અરે યાર, તુ તો સીરીયસ થઇ ગઇ.. હું તો જસ્ટ પુછતો હતો યાર.. ઓકે... બાબા.. સોરી... હવે આવો સવાલ ક્યારેય નઇ પુછું બસ.. કહી ને વિશાલે પોતાના કાન પકડ્યા. સોરી... ચાલ હવે કોફી પી લે ક્લાસનો ટાઇમ થયો છે..
બંન્નેએ કોફી પીધી અને કોલેજમાં ક્લાસ ભરવા ઉભા થયા.. ચાલવા જતા હતા છેક ત્યારે શ્રેયા બોલી...
વિશાલ..!
હા.. શ્રેયા ?
જો કોઇ દિવસ આપણો બ્રેકપ થઇ જાય અને તું મને છોડી જાય તો હું જીવી ના શકું.. કદાચ મારું જીવન જ પુરુ થઇ જાય..
અરે.. ગાંડી એવું ક્યારેય નઇ થાય.. તું ચિંતા ના કર.. ચાલ હવે...
અને બન્ને કોલેજ ક્લાસ તરફ ચાલતા થયા...
કેંટીનના કોર્નર પરના ટેબલપર બેઠેલા વિશાલના ચાર મિત્રો ક્યારનાએ આ બન્નેને જોઇ રહ્યા હતા.. એ ગયા એટલે એ ચારેય પણ ઉભા થઇ ને ચાલવા લાગ્યા.. અને ક્લાસ તરફ જતા વિશાલને તેમણે ઇશારો કર્યો..
શ્રેયા હું આવું છું એટલામાં તુ જા... ઓકે.. કહીને વિશાલ એ ચારેયની પાસે આવ્યો...
એ શું કહેતી હતી લ્યા ?.. વિશાલના આવતાં જ ચારેય તેને ઘેરી વળ્યા ને પુછવા લાગ્યા..
કંઇ નઇ યાર, હું એને પુછતો હતો કે જો આપણો બ્રેકપ થઇ જાય તો તું શું કરે ?
તો શું બોલી એ..?
શું કહે યાર, પહેલાં તો એ કંઇ જ ના બોલી.. અને રડવા જેવી થઇ ગઇ, પછી કહેવા લાગી કે જો એવું થાય તો હું જીવી ના શકું.. તારા વગર મારું જીવન પુરુ થઇ જાય..
અરે યાર... દુનિયાની દરેક છેકરીનો આ ફેવરેટ ડાયલોગ છે.. કે હું તારા વગર જીવી નઇ શકું.. હું મરી જઇશ.. ચારેય માંથી એક જણો બોલી વળ્યો..
હા યાર છોડને.. દરેક છોકરી એવી જ હોય છે... ઇમોશનલ.. પણ હાથીના દાંત જેવી દેખાડવાના જુદા ને ચાવવાના જુદા.. એક બીજા જણે પહેલાની વાતની સામે સાવ હાથીના દાંત સાથે સરખાવી ને સમર્થન આપ્યું.. પછી બધા હસવા લાગ્યા...
કરણને આ બિલકુલ ના ગમ્યુ.. આ ચારેયમાં એક હતો કરણ.. ચશ્મિશ એ ચુપ રહ્યો.. એ લોકોના હસવાથી તેને સારુ ન લાગ્યું.. એટલે તે બોલી પડ્યો.. ના યાર સાવ એવું પણ નથી, દરેક છોકરી એવી નથી હોતી.. જો તમે કોઇ છોકરીને દિલથી લવ કરો અને એની લાગણીઓને સાચવો તો એ ખરેખર તમારે માટે જાન આપી શકે છે..
એની એ વાત પર એક જણે તેને માથામાં ટપલી મારી.. એ જાને બઉ શાણો થાય છે.. તે કદી કોઇ છોકરીને લવ કર્યો.. છે કે તને ખબર હોય.. સાલા ચશ્મિશ... અને બધાજ પાછા ખડખડાટ હસી પડ્યા...
ના યાર એવુ નથી.. પણ શ્રેયા તને ખરેખર પ્રેમ કરતી હોય એવું લાગે છે.. બિચારી તારા પર કેટલો વિશ્વાસ હશે ત્યારે એવું કહેતી હશે... કરણ પોતાની વાત પર અડગ હતો..
એ..ય.. અલ્યા તને ક્યાંથી ખબર..? એ વિશાલની લવર છે કે તારી. ?
ચાલ ચાલ હવે એ પણ સમય આવે ખબર પડી જશે.. એક બીજો વચ્ચે બોલી પડ્યો.. અને બધા હસતા હસતા ક્લાસમાં ચાલતા થયા..
હવે તો વિશાલને પણ ક્યાંક લાગતું હતું કે શ્રેયા ખરેખર બીજી બધી છેકરીઓ જેવી નથી.. પોતાને એ સિરિયસલી લવ કરે છે અને પોતાના વગર એ રહી શકશે નહી.... તે વિચારતો કે શ્રેયા જેવી અને એટલો લવ કરવા વાળી છોકરી એને બીજે ક્યાય મળશે નહી..
હા, તેની સાથે લગ્ન કરવા વાળી છોકરીઓની તો લાઇન હશે... પણ એ બધી તો તેના પૈસા, પ્રોપર્ટી ને સ્ટેટસના કારણે બાકી ખરેખર પોતાને દિલથી લવ કરવા વાળી છોકરી તો મળવી મુશ્કેલ છે. અને એ રીતે તો શ્રેયા પોતાના માટે પરફેક્ટ લાઇફ પાર્ટનર છે.. એટલે એણે મનથી વિચારી પણ રાખ્યું હતું કે બને ત્યાં સુધી તો તે શ્રેયાની સાથે જ લગ્ન કરશે અને સમય આવ્યે પોતાના પરિવારમાં એની વાત કરશે..
આવી વાત તેણે શ્રેયાની સાથે પણ કરી હતી.. અને હવે કોલેજ પુરી પણ થવા આવી હતી.. એટલે બન્નેએ મળીને એકબીજાના ફેમિલી સાથે વાત કરવાનો પણ પ્લાન કરી રાખ્યો હતો.. શ્રેયાએ તેના ઘરે વાત કરી હતી અને વિશાલને બીજા દિવસે પોતાના ફેમિલીને મળવા પણ લઇ જવાનો છે.. એટલે તે આજે ખુબજ ખુશ હતી..
પણ સમય સૌથી મહાન છે.. એને કોઇ સમજી શક્યું નથી કે સમજી શકશે પણ નહી.. અત્યારની ખુશી કેટલા સમયની છે એ પણ આપણે જાણતા નથી.. આમ એ જ દિવસ રાત્રે ઓચિંતા વિશાલને અમેરીકા જવાનું થયું..
એમાં બન્યું એમ હતું કે વિશાલના પિતાનો ત્યાં બિજનેસ હતો.. એના કામથી તે મોટાભાગે ત્યાં રહેતા.. એમને ત્યાં હાર્ટ અટેક આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કર્યા.. એના સમાચાર મળતાં જ વિશાલને આખો પરિવાર રાતોરાત પ્લેનમાં ત્યાં પહોચી ગયા.. કોઇને ફોન કે વાત કરવાનો પણ સમય ન હતો.. જોકે વિશાલ ઇચ્છે તો પણ રાતના સમયે શ્રેયાને ફોન ના કરી શકે..
બીજા દિવસે જ્યારે શ્રેયા કોલેજમાં પહોચી ત્યારે તેણે વિશાલને ફોન કર્યો... પણ સ્વિચ ઓફ.. તેના મિત્રોને પુછ્યું પણ તેમને પણ કંઇ ખબર ન હતી.. એટલે તે પોતાની એક ફ્રેન્ડ સાથે વિશાલના ઘર સુધી પણ જઇ આવી.. તો ત્યાં પણ તાળુ હતું
ક્યાં ગયો હશે..? શું થયું હશે..? ફોન પણ સ્વિચ ઓફ છે.. કમસેકમ મને વાત તો કરે ને..! કેટલાયે વિચારો મનમાં ફર્યા કરતા હતા.. કોઇને પણ કંઇ ખબર નથી.. તો શું થયું હશે..? આખો દિવસ તે વિચારો કરતી રહી, કેટલીએ વાર ફોન કરી જોયો.. પણ દરેક વખતે સ્વિચઓફ.. પુછવા જેવા દરેક ઠેકાણે તે પુછી વળી હતી.. પણ ક્યાંયથી તેને સાચા સમાચાર મળ્યા ન હતા.. આખો દિવસ તે એક પાગલની જેમ રખડતી રહી.. ભુખી ને તરસી...
દિવસ ગયો ને રાત પડી... ને એ પણ એમજ રોતારોતા પસાર થઇ ગઇ.. બીજો દિવસ પણ પુરો થવા આવ્યો હતો પણ હજુ સુધી.. ના કોઇ ખબર કે ના કોઇ સમાચાર..
એ મને આમજ છોડી ગયો હશે..? શું એના માટે મારું કોઇ મહત્વ નથી કે આ બે દિવસથી તેને મારી યાદ પણ નથી આવી... તો એણે કરેલી બધી વાતો શું ખોટી હતી..? એ પ્રોમિસ, મારી સાથે મેરેઝ કરવાના સપના બધા ખોટા હતા..? વિચારી વિચારીને એ પાગલ જેવી થઇ ગઇ હતી.. રોઇ રોઇ ને આંખો પણ સુજી ગઇ હતી..
વિશાલના મિત્રોને પણ કેટલીએ વાર ફોન કરી ચુકી હતી.. પણ એ જ જવાબ.. ખબર નથી..
ત્યાં જ ત્રીજા દિવસે રાત્રે વિશાલના ચાર મિત્રો પિક્ચર જોવા માટે ભેગા થયા હતા... ત્યાં પણ એ જ વાત ચાલી.
એક જણો કહેતો હતો કે ક્યાં ગયો હશે..? યાર ત્રણ દિવસ થયા પણ હજું એના કોઇ મેસેજ નથી..
હા યાર.. ! તેના પાડોશમાં પણ કોઇને ખબર નથી અને બીજા એના નજીકના સગા-સંબધી પણ કોઇ નથી બધા ફોરેનમાં રહે છે.. એટલે કોઇને ખબર નથી.. બીજા એક મિત્રએ પણ એવી જ વાત કરી..
અરે એ તો બધું ઠીક છે.. પણ અત્યાર સુધી શ્રેયાનો પણ કેટલીયે વાર ફોન આવી ગયો.. એને પણ વિશાલે કોઇ ફોન કે મેસેજ નથી કર્યા..હા યાર.. શું થયું હશે..?
બધા મિત્રો આવી ચર્ચા કરી રહ્યા હતા ત્યાં એક જણ વચમાં બોલી ઉઠ્યો.. અરે આજે જ મારા મોબાઇલમાં વ્હોટ્સપ પર કોઇના એક્સિડન્ટના ફોટા આવ્યા છે.... અને એમાં જે છોકરાનું એક્સિડન્ટ થયું છે એ બિલકુલ વિશાલ જેવો જ લાગે છે..
શું વાત કરે છે..? કરણ ચમકીને બોલ્યો.. લાવ બતાવતો જોઇએ...
અને બધા મિત્રો એ ફોટા જોવા લાગ્યા.. હા યાર, એવો જ લાગે છે.. હા, બિલકુલ એવો જ, પણ કોણ છે આ છોકરો ?, ક્યાંનો છે..?
ખબર નઇ.. આતો વ્હોટ્સપ ઉપર ફરતા ફરતા આવ્યા છે.. ક્યાંથી આવ્યા શું ખબર ?
હા યાર, પણ લાગે તો છે બિલકુલ વિશાલ જેવો જ બસ એનો ચહેરો ઓળખાતો નથી... લાવ તો એ ફોટા મને વ્હોટ્સેપ કરજો..
હા યાર મને પણ મોકલાવજે.. અને હા પેલી શ્રેયાને પણ મોકલાવજે.. બધામાં સૌથી વધારે મસ્તીખોર રવી બોલ્યો.
એ..ય... અરે યાર.. ના ના કોઇ શ્રેયાને ના મોકલાવતા.. ખબર નઇ એનું શું પરિણામ આવે.. કરણે તેને એ ફોટા મોકલવાની ના પડી.. પણ વધારે પડતી મસ્તી-મજાક કરવા ટેવાયેલા મિત્રોએ કરણની વાત માની નહી.. અને,
લે, આ મોકલી પણ દીધા... કહી ને રવીએ એ ફોટા શ્રેયાને સેન્ડ કરી દીધા..
તે આ સારુ નથી કર્યું લાવ હું એને ફોન કરું છું.. કરણ શ્રેયાને ફોન કરતો હતો.. ત્યાં જ રવીએ તેના હાથમાંથી મોબાઇલ ખેચી લીધો.. રહેવા દે યાર, જોઇએ તો ખરા કે એ શું કરે છે.. એ દિવસે તો બઉ મોટી મોટી વાતો કરતી હતીને.. ! બધી છોકરીઓ એવી જ હોય છે... આ લવ બવ બધી વાતો છે... બાકી તો બધી સ્વાર્થી જ હોય છે... એવું કહીને રવીએ કરણને મોબાઇલ પાછો ન આપ્યો.. છેક પિક્ચર જોઇને 12 વાગે ઘેર નિકળ્યા ત્યારે આપ્યો... કે આટલા મોડા કરણ શ્રેયાને ફોન કરી ના શકે...
બીજા દિવસે સવારે વહેલા કરણ હજુતો ઉંગતો જ હતો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી.. આખો ખોલીને જોયું તો છ વાગતા હતા... બગાસાં ખાતાં ખાતાં મોબાઇલ કાને ધર્યો.. હેલ્લો, કોણ.... વિશાલ.. અરે યાર ક્યાં ગયો હતો તું..? ના કોઇ ફોન ના કોઇ મેસેજ.. બધાએ તારી કેટલી તપાસ કરી યાર.. અને શ્રેયા તો રોઇ રોઇને પાગલ પાગલ જેવી થઇ ગઇ છે...
હા ભાઇ, એટલે જ તો તને ફોન કર્યો છે.. સામેથી વિશાલ બોલતો હતો..., અત્યારે સવારે પાંચ વાગે જ ફ્લાઇટમાંથી ઉતર્યો છું અને પેલ્લો જ શ્રેયાને ફોન કર્યો.. ચાર-પાંચ વાર ફોન કર્યો પણ તે ઉપાડતી નથી એટલે તને ફોન કર્યો.. એના પછી તેણે કરણને બધી વાત કરી, તેના પપ્પાને હાર્ટ અટેક આવ્યો હતો, એટલે રાતોરાત ઓચિંતા જવું પડ્યુ.. ત્યાં ગયો એટલે ઇંટરનેશનલ રોમિંગમાં મોબાઇલકાર્ડ બંધ થઇ ગયું હતું.. ને પપ્પાની બિમારીમાં આ ત્રણ દિવસ તો કંઇ સુજતું જ ન હતું.. એટલે તેણે કોઇને ફોન પણ ના કર્યો..હવે પપ્પાને સારુ થયું છે એટલે તે પાછો આવ્યો...
હા યાર હું સમજી શકું છું.. પણ તારે કોઇકને તો મેસેજ આપવા જોઇતા હતા કે બધા આટલા હેરાન ના થાય.. કમસેકમ શ્રેયા ને...
હા.. યાર આઇ.. નો, પણ એવી પરિસ્થિમાં મને બીજા કોઇ વિચારો જ ક્યાંથી આવે.. ઓકે, ચાલ હવે તું ફટાફટ તૈયાર થઇ જા હું આવું છું....આજે શનિવાર છે ને તો મોર્નિંગ કોલેજ હશે.. હા, અને રવીને ને.. બધાને પણ કહી દે જે...
ઓકે.. કહીને કરણે મોબાઇલ નીચે મુક્યો.. હાશ.. સારું થયું કે વિશાલ આવી ગયો.. બીચારી શ્રેયા કેટલી હેરાન થઇ ગઇ હતી..! એના પછી તેણે બીજા મિત્રોને પણ ફોન કરીને વાત કરી લીધી. શ્રેયાને પણ ફોન કરી જોયો પણ કોઇએ ઉપાડ્યો નહી..
સાડા સાત વાગ્યા હતા ને બધા મિત્રો કોલેજ કેંટીનમાં બેઠા હતા, પોતાની દરરોજની જગ્યાએ.. પણ શ્રેયા હજુ કેમ ના આવી.. ફોન પણ નથી ઉપાડતી.. અડધો કલાક જેવી રાહ જોઇ ને બધા મિત્રો નિકળી પડ્યા.. શ્રેયાના ઘર બાજુ.. વિશાલ વધારે અધિરો થયો હતો શ્રેયાને મળવા માટે..
શ્રેયાના ઘર આગળ જઇને બાઇકો ઉભી રાખી.. ને જોયું તો લોકોની ભીડ લાગેલી હતી. કોઇના જોર જોરથી રોવાનો અવાજ આવતો હતો.. આખુયે વાતાવરણ શોકથી ભરાયેલું હતું. આ શું થઇ રહ્યું છે.. કેમ આ ટોળુ ભેગુ થયું છે. ચારેય મિત્રો અસમંજસમાં પડ્યા હતા. ટોળાની વચ્ચેથી આગળ જઇ ને જુએ છે તો નીચે એક લાશ પડી છે ને ઉપર સફેદ કપડુ ઓઢાડ્યું છે. સામે એક ફોટો મુકેલો છે ને આગળ દીવો સળગી રહ્યો છે...
આ... આ તો... મારી.. મારી શ્રેયા.. લથડાતા શબ્દોમાં વિશાલ ચીસ પાડી ઉઠ્યો.. દોડીને નીચે પડેલી લાશને વળગી પડ્યો.. હૈયાફાટ રુદન... કોઇ પણ પથ્થર દિલનું પણ હૃદય ધૃજાવી મુકે એવી ચીસો સંભળાતી હતી.. ભેગા થયેલા ટોળામાં સૌ કોઇ આ અજાણ્યા છોકરાની આવી હરકત ફાટી આંખે જોઇ રહ્યા હતા... મિત્રોની નાનકડી મજાક પણ આજે એક મોટુ પરિણામ બની ગઇ હતી..
અને બીજા દિવસે છાપામાં ફસ્ટ પેજ ઉપર ન્યુઝ છપાયા હતા.. – યુનિવર્સિટીની ટોપર્સ છોકરીની આત્મહત્યા અને એક ઇંટરનેશનલ બિજનેસમેનના પુત્રનું પાગલપન..
કારણ કે લવ જ્યારે હદથી વધારે થાય છે.. ત્યારે પાગલપનની પણ હદ વટાવી જાય છે..