એક વાર જંગલના રાજા સિંહ ઉપર બીજા જંગલમાંથી આવેલા સિંહે હુમલો કર્યો... વૃધ્ધ થઇ ગયેલા રાજાને યુધ્ધમાં હરાવીને જંગલમાંથી હાંકી કાઢ્યો અને પોતે આ જંગલનો રાજા બની બેઠો.. નવા બનેલા રાજાએ જુના રાજાના મંત્રીઓ કે જે ઘરડા થઇ ગયા હતા તેમને પણ છુટા કરી દીધા અને નવા મંત્રીમંડળની રચના માટે આખાએ જંગલમાં જાહેરાત કરી દેવાઇ...
આ જંગલનો રાજા ઘરડો થઇ ગયો છે એવા સમાચાર એક શિયાળે બાજુના જંગલમાં રહેતા યુવાન સિંહને આપ્યા હતા. જો તે આ ઘરડા થઇ ગયેલા સિંહરાજાને યુધ્ધમાં હરાવી દે તો આ જંગલમાં પોતાનો અધિકાર થઇ જાય. શિયાળની આવી બાતમી પર યુવાન સિંહે યુધ્ધમાં એ ઘરડા સિંહને હરાવ્યો ને જંગાલની બહાર કાઢી મુક્યો..
શિયાળે આ જાણકારી આપી એના બદલામાં એવી માગણી કરી હતી કે યુવાન સિંહ રાજા બન્યા પછી નવા મંત્રી મંડળની રચના કરે અને એ મંત્રીમંડળમાં પોતાને પ્રધાનપદ આપવું.. આમ નક્કી થયા પ્રમાણે શિયાળને પધાનપદ માટે ઘોષિત કરવામાં આવ્યો અને નવા મંત્રીમંળની રચના માટે મહાસભા બોલાવવામાં આવી.
મહાસભા ભરાઇ, આખા જંગલમાંથી વિશાળ સંખ્યામાં પશુઓ-પક્ષીઓ ને અન્ય બીજા જીવો આવ્યા હતા. કેટલાક મંત્રીપદની ઉમેદવારી માટે તો મોટા ભાગના નવા રાજાને જોવા માટે...
નવા રાજાએ આવીને બેઠક લીધી. સૌએ નવા રાજાને વંદન કર્યા. એની સામે પ્રધાન અને વિશાળ સમુદાય બેઠો. પછી મંત્રીમંડળની પસંદગી ચાલુ કરવામાં આવી.. ઉમેદવારી માટે જે અરજીઓ આવી હતી... પ્રધાન તે બધી મળેલી અરજીઓમાંથી એક એક અરજીની સમિક્ષા કરતોને ઉમેદવારને બોલાવવામાં આવતો.. રાજા તેમાંથી પોતાને જે યોગ્ય લાગે તેની મંત્રી તરીકે પસંદગી કરે.
સૌથી પહેલી પસંદગી એક હાથીની કરવામાં આવી. કેમ કે તે ખુબજ તાકતવર ને લાંબા રસ્તાઓ વર્ષો સુધી યાદ રાખી શકનાર છે. બીજી પસંદગી એક ઊંટની કરવામાં આવી. અને તેની ખાસિયત છે કે તે રણનું વાહન છે..પાણી વગર લાંબો સમય ચલાવી શકે છે ને રણમાં પણ પોતાની પીઠ ઉપર વજન લઇને ખુબજ ઝડપથી ચાલી શકે છે... ત્રીજી પસંદગી પક્ષીઓમાંથી એક બાઝની કરવામાં આવી. તે એક તાકતવર અને નિશાચર પક્ષી છે અને દરેક પક્ષીઓમાં તેની ધાક હોય છે. તે પોતાનાથી વધારે વજનના સસલા ને ઘેટા જેટલા કદના ને વજનના પ્રાણીઓને પણ પોતાના પંજામાં પકડીને ઉડી શકે છે..
પ્રાણીઓ અને પક્ષીઓમાંથી દરેકની ખાસિયત પ્રમાણે મંત્રીઓની પસંદગી કરવામાં આવી. તેમાં એક દેડકો-તેની પાણીમાં અને જમીન પર રહેવાની કળા, એક ઉંદર –તેની જમિનમાં દળ બનાવવાની ને પોતાના તિક્ષ્ણ દાંતથી કોતરવાની કળા
આમ, નાનાથી લઇને મોટા પ્રાણીઓની મંત્રીઓ તરીકે પસંદગી થઇ તેમાં સૌથી છેલ્લે એક નાનકડો પોપટ અરજી લઇને આવ્યો.. એને જોઇને આખી મહાસભામાં સૌ હસવા લાગ્યા, પ્રધાન પણ મજાક કરતા કહેવા લાગ્યા “કેમ પોપટભાઇ તમે કઇ આવડત કે કળાના જોરે મંત્રી બનવા આવ્યા છો ?” ત્યારે પોપટ કહેવા લાગ્યો “પ્રધાનજી આ બધા પંખીઓમાં હું એકલો જ ભણેલો છું, મે વિદેશમાં જઇને અભ્યાસ કર્યો ને ડીગ્રી મેળવી છે.. એટલે હું પણ મંત્રીપદનો હકદાર છું” વાત સાંભળીને રાજા પણ ખડખડાટ હસવા લાગ્યા. “અરે.. પોપટ અમારે તારા ભણવાથી શું લેવા દેવા..? જો તારામાં કોઇ આવડત હોય તો કહે. તો તને મંત્રીપદ મળે નહી તો તું અમારે શું કામનો..?” આખી મહાસભામાં સૌ પોપટને હસવા લાગ્યા. પોપટ અપમાનિત થયો નીચું જોઇને ચાલ્યો ગયો..
આમ, નવા યુવાન મંત્રીમંડળની રચના થઇ, મહાસભા પુરીકરીને સૌ પોતપોતાના ઘેર ગયા.
નવા રાજા ને પ્રધાનની દેખરેખમાં જંગલનું રાજ્ય ચાલવા લાગ્યું. બધુ જ બરાબર રીતે ચાલતું હતું તેમાં એક દિવસ રાજાને સમાચાર મળ્યા કે જંગલના દક્ષીણ ખુણે એક ભાગમાં ઘણા પોપટોએ ભેગા મળીને બળવો કર્યો છે, અન્ય પશુ-પક્ષીઓને તેઓ ભેગા મળીને હેરાન કરી રહ્યા છે.. રાજાએ તાત્કાલીક પ્રધાન એવા શિયાળને બોલાવ્યો અને તપાસ કરવા મોકલ્યો.. પ્રધાન થોડાક મંત્રીઓને સાથે લઇ ને ગયો. બે દિવસમાં તપાસ કરીને તેણે રાજા સામે રિપોર્ટ રજુ કર્યો..
રિપોર્ટમાં વિગત એવી હતી કે “મહાસભામાં મંત્રીપદ માટે અરજી કરનાર પોપટ ઉપર બધાએ હસ્યા અને પોપટનું અપમાન કર્યું.. એટલે અપમાનિત થયેલા પોપટે જઇને બધા પોપટોને ભેગા કર્યા અને પોપટોની સભા ભરી.. સભામાં તેણે એવી વાત કરી કે “નવા મંત્રીમંડળમાં બધા પક્ષીઓ ને પશુંઓને મંત્રીપદ આપવામાં આવ્યું જ્યારે આપણા પોપટોને જ કોઇ મંત્રીપદ મળ્યું નથી.. આ સરાસર અન્યાય છે. મેં આપણા સૌના વતી મંત્રીપદની માગણી કરી, હું ભણેલો ગણેલો હતો છતાં રાજાએ મારુ અપમાન કર્યું અને મને કાઢી મુક્યો. જો મને મંત્રીપદ મળ્યું હોત તો હું આપણા પોપટ સમાજ માટે કંઇક કરી શકતો. હવે આપણા સમાજનો કોઇ ઉધ્ધાર નથી.. આ ખરેખર આપણા પોપટ સમજ માટે મોટો અન્યાય છે.. જેનો આપણે વિરોધ કરવો જોઇએ..” આમ, આવી ખોટી ખોટી વાતો કરીને બધા પોપટોને રાજ્ય સામે બળવો કરવા ઉપસાવ્યા છે.
વાત સાંભળીને રાજા સિંહ ગુસ્સે ભરાયો. ત્રાડ નાખીને તે કહેવા લાગ્યો “બોલાવો એ પોપટડાઓને, મારી સામે હાજર કરો હું તેમને આકરામાં આકરી સજા કરીશ”
રાજાને ગુસ્સે થયેલા જોઇ શાંત પાડતો પ્રધાન શિયાળ કહેવા લાગ્યો કે ‘મહારાજ આટલી નાનકડી વાતમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે નિશ્ચિંત રહો.. હું એ બધું સંભાળી લઇશ’ આમ રાજાને સાંત્વના આપી શિયાળ પોપટોની પાસે ગયો. ત્યાં બધા પોપટોની સભા ભરીને તેણે પોપટોને કહ્યું કે “હું રાજા વતી તમારા બધાએની માગણીઓ પુરી કરવા આવ્યો છું અને હું રાજાના કહેવાથી તમને ખાત્રી આપુ છું કે રાજ્ય તરફથી તમને ક્યારેય કોઇ અન્યાય નહિં થાય, ભલેને તમારામાંથી કોઇ મંત્રી ન હોય”. તમારા બધા ઉપર રાજાનો ખાસ પ્રેમ રહેશે”
આવા આશ્વાસનો આપીને પ્રધાન પાછા ગયા.. આ વાત જ્યારે બીજા બધા પશુઓ- પક્ષીઓએ સાંભળી ત્યારે તેમને લાગ્યું કે આ તો અમારા માટે અન્યાય છે, રાજા આ પોપટો ઉપર વધારે પ્રેમ રાખે અને અમને ઓછું મહત્વ આપે આવો અન્યાય.. એટલે બીજા પણ પશું-પક્ષીઓએ પોતપોતાના જાતિના સંગઠનો કર્યા અને તેમણે પણ રાજ્ય સામે બળવાઓ કરવા માંડ્યા. એક નાની વાતમાંથી જંગલમાં જ્યાં ત્યાં જાતિવાદ ફાટી નિકળ્યો.. પશુંઓ ને પક્ષીઓ પોતપોતાની જાતિના સંગઠનો કરી બીજાઓ ઉપર હુમલા કરવા લાગ્યા અને તેનું સ્વરૂપ ધીમે ધીમે મોટુ બનતું ગયું. રાજા માટે નિર્ણય લેવો મુશ્કેલ થઇ ગયો.. હવે શું કરવું એ માટે રાજાએ મંત્રીમંડળની સમિક્ષા બેઠક બોલાવી. બેઠકમાં ચર્ચાના અંતે પણ આ જાતિવાદને રોકવાનો કોઇ ઉપાય ના મળ્યો ત્યારે કોઇએ સલાહ આપી કે જુના મંત્રીઓને બોલાવવા અને આ કટોકટી વિશે તેમની પાસેથી માર્ગદર્શન મેળવવું.
રાજા સિંહે તાત્કાલીક જુના મંત્રીઓને બોલાવવાનો આદેશ કર્યો, આખા જંગલમાંથી જુના મંત્રીઓને શોધીને રાજાની સામે હાજર કરવામાં આવ્યા. રાજાએ બધી વાત કરી ને જંગલમાં ફાટી નિકળેલા જાતિવાદને રોકવાનો ઉપાય માગ્યો.. ત્યારે તેમણે સલાહ આપી કે સૌથી પહેલા જંગલના તમામ જીવોની એક મહાસભા બોલાવવી અને આ મહાસભામાં જે જીવોની કોઇ માગણી ના હોય તેમને એક તરફ કાઢવા અને જેમની કોઇ માગણીઓ હોય તેવા જીવોને અલગ બીજી તરફ કાઢવા.. ત્યાર પછી આગળ શું કરવું એ ત્યારે સભામાં જ કહેશે”
સલાહ પ્રમાણે રાજાએ મહાસભા બોલાવી. સભામાં જાહેરાત કરવામાં આવી કે જેઓને કોઇ જ માગણીઓ ના હોય તેમણે એક તરફ બેસવું અને જેમની કોઇ માગણીઓ હોય તેમણે બીજી બાજુ બેસવું. સભા ભરાઇ ત્યારે રાજાએ જોયું કે મોટો ભાગ એવો હતો કે જેને કોઇ માગણીઓ ન હતી અને જેને માગણીઓ હતી તેમાં બહું ઓછી સંખ્યા હતી. આ જોઇને રાજાને સમજાયું કે મોટા ભાગના જીવો એવા છે કે જેમણે કંઇ જોઇતું નથી. તેઓ માત્ર શાંતિથી જીવવા માગે છે. જ્યારે આ થોડાક જ એવા છે કે જેઓ આખા જંગલને હેરાન કરે છે. મંત્રીઓએ સલાહ આપી એ પ્રમાણે માગણીઓ વગરના જીવોને પોતપોતાના રહેઠાણે જવા દેવાયા અને બાકીનાને જંગલના એક ભાગમાં જ્યાં ખાવાની ને પાણીની તથા રહેવાની તકલીફો હતી ત્યાં મોકલી દેવાયા.
આખા જંગલમાં ફરીથી શાંતિ છવાઇ. બધા જ પશુંઓ પક્ષીઓ પાછા સુખેથી રહેવા લાગ્યા.. ઉત્સવો ઉજવવા લાગ્યા ને ખુશિઓ મનાવવા લાગ્યા. જેમને સજા કરીને જંગલના બીજા ભાગમાં મોકલી દેવાયા હતા તેમના માટે રાજાએ કહ્યું હતું કે તમારામાંથી જે શાંતિથી રહેવા માગતો હોય એને પાછા આવવાની છૂટ છે.. એટલે જંગલમાં આવી શાંતિ ને સુખ જોઇ તેમાંથી એક-એક શાંતિથી રહેવા પાછા આવવા લાગ્યા.. એક-એક કરતાં લગભગ બધા પાછા આવી ગયા.. છેલ્લે બાકી રહ્યો તો માત્ર એક જ “ભણેલો પોપટ”. આમ, રાજાને અને આખાએ જંગલમાં સૌને ખબર પડી ગઇ કે આ જાતિવાદ ફેલાવનાર અને બધાને લડાવનાર આ પોપટ જ છે. પોતાને મંત્રી બનવા માટે તેણે આ બધા કાવતરા રચ્યા હતા..
ભણેલા પોપટને બોલાવી ને રાજાએ સજા કરી, જંગલમાંથી તેને કાઢી મુકવામાં આવ્યો.. તેણે માફી માગી, રાજાને વિનંતી કરી રહ્યો. પણ, જુના મંત્રીઓમાંના પ્રાધાને રાજાને સલાહ આપતાં કહ્યું “સડેલી કે બગડેલી વસ્તુને ફેકી દેવી જ યોગ્ય છે નહિં તો એ પાસેની બીજી વસ્તુંઓને પણ બગાડશે.. જો શરીરનું કોઇ અંગ પણ ખરાબ થઇ જાય તો તેને કાપીને ફેકી દેવું જોઇએ.. પછી ભલેને તે આપણા પોતાના શરીરનું જ કેમ ન હોય” આ પોપટે પોતાના અંગત સ્વાર્થ માટે, એક મંત્રિપદ મેળવવા માટે આખા જંગલના જીવોને હેરાન કર્યા છે.. હવે આપણે તેને માફ કરી શકીએ પણ તેના વિચારો કે સ્વભાવને તો ન જ બદલી શકીએ...
આમ, રાજાએ પેલા ભણેલા પોપટને દેશ નિકાલ કર્યો...
(દોસ્તો, હવે હું તમને પુછવા માગું છું કે “શું અત્યારે આપણો ભણેલો ગણેલો માનવી પણ આ ભણેલા પોપટ જેવો નથી બની ગયો ?, પોતાના અંગત સ્વાર્થ માટે તે લોકોને એક બીજા સાથે લડાવી રહ્યો છે.. સમાજના નામે, ધર્મના નામે કે દેશના નામે...)
... સાચુ કહેજો...

ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ