કાશીનાથ નામ હતું એનું અને જ્ઞાતિએ બ્રાહ્મણ. નાનકડા ગામડામાં પુજા-પાઠ ને ધાર્મિક વિધીઓનું કામ કરીને જીવન ગુજારતો. એક તો નાનકડુ ગામ એટલે કામ બઉ ઓછુ મળે અને કાશીનાથના પરિવારમાં એની પત્નિ ને ત્રણ બાળકો હતા એ બધાનું જીવન આટલામાં કેવી રીતે ચાલે ? ઘણીવાર એવુ પણ બનતું કે પુરતું ખાવાનું પણ ના મળે અને કાશીનાથનું કુટુંબ અડધુ ભુખ્યું જ ઉંગી જાય.
પરિસ્થિતિને જોતા કાશીનાથની પત્નિએ એક વાર પતિને વાત કરી. કે અહીંયા ખાવાનુંય પુરતું નથી મળતું ને હવે તો બાળકો પણ મોટા થયા. તેમના વિવાહ પણ કરવા પડશે એટલે તમે ક્યાંય કમાવા માટે જાઓ તો સારું. કાશીનાથને પણ પત્નિની વાત સાચી લાગી એટલે બીજા દિવસે જ તે જવા તૈયાર થઇ ગયો... અહીંયા ગામમાંથી જ કેટલાક લોકો પરદેશમાં એક રાજાને ત્યાં નોકરી કરે છે. પોતાને પણ ત્યાં નોકરી મળી રહેશે એવું વિચારીને તેણે પણ ત્યાં જ જવાનું નક્કી કર્યું. કાશીનાથની પત્નિ ખુબ સમજુ હતી. જતાજતા તેણે પતિને કહ્યું કે તમે ગમે તે કામ કરજો પણ ઘેર સાચી કમાઇ લાવજો. પત્નિની વાત સાંભળીને કાશીનાથ ચાલી નિકળ્યો.
રાજાને ત્યાં ઓળખાણથી નોકળી મળી ગઇ. હવે કાશીનાથ ત્યાં પ્રમાણિકતાથી કામ કરવા લાગ્યો. એક બે મહીના કરતા એક વર્ષ થઇ ગયું. પણ હજુ સુધી કાશીનાથે કોઇ પગાર લીધો ન હતો. હવે તેના ગામના બીજા બધા વર્ષે ઘેર પરિવારને મળવા જઇ રહ્યા હતા. રાજાએ એ બધાએને બોલાવી ને તેમનો થતો પગાર ચુકવ્યો.. કાશીનાથને પણ રજાએ બોલાવ્યો અને એનો થતો પગાર લેવા કહ્યું. ત્યારે કાશીનાથને પત્નિની વાત યાદ આવી જે તે ઘેરથી નિકળ્યો ત્યારે એણે કહી હતી... “સાચી કમાઇ” લાવજો. એટલે રાજાની પાસે પણ તેણે માગણી કરી કે મને સાચી કમાઇ આપો. રાજા વિચારમાં પડી ગયા... જ્યારે કાશીનાથ નોકરી માગવા આવ્યો ત્યારે પણ તે આ જ બોલ્યો હતો કે ‘મને સાચી કમાઇ આપજો’.. આ સાચી કમાઇ તે કઇ ?
રાજા પણ બઉ સમજુ ને શાણા હતા. તે મનોમન વિચારી રહ્યા પછી કાશીનાથને કહ્યું કે ‘તું આવતી કાલે આવીને તારી સાચી કમાઇ લઇ જજે.. હું તને કાલે તારી સાચી કમાઇ આપીશ’ આટલુ કહી રાજા ચાલ્યા ગયા.. પણ આ સાચી કમાઇ લાવવી ક્યાંથી ? આખો દિવસ રાજા વિચારતા રહ્યા. પોતાના સલાહકાર અને રાજ્યના વિધ્વાનોની સાથે પણ એ વિશે ચર્ચાઓ કરી. અને રાજાએ શોધી કાઢ્યુ કે ‘જાતે મહેનત કરીને, પરસેવો પડીને જે કંઇ મળે એ જ સાચી કમાઇ’ હવે રાજાની પાસે તો એવું કંઇ જ હતું નહીં કે જે રાજાએ જાતે મહેનત કરીને મેળવ્યું હોય, જે હતું એ રાજ્યની સંપત્તિ, પ્રજાનું હતું.. તો હવે કાશીનાથને સાચી કમાઇ આપવી ક્યાંથી ? એ માટે તો જાત મહેનત કરવી પડે. ને કાશીનાથને આવતી કાલે સાચી કમાઇ આપવાની હતી.
એ રાતે રાજા એક મજુરનો વેશ લઇ ને નિકળ્યા. નગરમાં ફરતા જાયને પુછતા જાય કે કોઇ મને મજુર રાખશો ? કોઇ મજુર રાખશો ?. લગભગ આખુ નગર ફરીવળ્યા પણ કોઇને અત્યારે રાતે મજુરની શું જરુર હોય. છેવટે ફરતા ફરતા નગરની બહાર એક લુહાર પડાવ નાખીને બેઠો હતો એણે કહ્યું કે હા મારે મજુર જોઇએ છે. લોઢાનું કામ ગણું આવ્યું છે ને મારો ગૈણ (હથોડો) મારવા વાળો મજુર માંદો પડ્યો છે એટલે મારે મજુરની જરુર છે. રાજાએ કહ્યું કે મજુરી શું આપીશ ? તો લુહાર કહ્યું કે બે રૂપિયા આપીશ. ઠીક છે પણ સવારે ચાર વાગે મને છોડવો પડશે.. આવુ નક્કી કરીને રાજા એ લુહારના ત્યાં ગૈણ મારવાની મજુરીએ રહ્યા. આખી રાત મજુરી કરી, જીવનમાં પહેલી વાર રાજાએ પરસેવો પાડ્યો ને સવારે ચાર વાગતાં રાજા એ મજુરીના બે રૂપિયા લઇ ને મહેલમાં પાછા આવ્યા.
સવારમાં સમય થતાં કાશીનાથ એની સાચી કમાઇ લેવા આવ્યો.. રાજાએ એના હાથમાં બે રૂપિયા મુક્યા – લે આ તારી સાચી કમાઇ. એ લઇ ને કાશીનાથ પાછો ફર્યો.. બસ બે રૂપિયા..? બાર મહિના નોકરી કરવાના આ.. બે રૂપિયા..? કાશીનાથની આંખોમાં આસુ આવી ગયા. પણ રાજાને તો કંઇ કહેવાય નહી અને આ બે રૂપિયા લઇ ને ઘેર શું જવાનું.. ! તેને સમજાતું ન હતું કે હવે શું કરવું ? ઘેર જવું કે નહી ?, પત્નિને શું જવાબ આપવો ?.. મનોમન તેણે નક્કી કર્યું કે ઘેર જવું નહી અને એક વર્ષ વધારે રહી જવું, બીજા વર્ષે વધારે પૈસા મેળવીને પછે જ જવું. આવુ નક્કી કરી ને તે બજારમાં ગયો. પેલા બે રૂપિયાના બે દાડમ લીધા અને ઘેર મોકલાવ્યા. સાથે સમાચાર કહેવડાવ્યા કે હું આવતા વર્ષે આવીશ.. મનમાં તો ઘણુ દુ:ખ થતું હતું કે પત્નિ શું વિચારશે ? એક વર્ષથી અહી કમાવા આવ્યો છું તો પણ ઘેર મોકલાવા થોડા પૈસા ના મળ્યા ? બસ, આ બે દાડમ..! વિચારીને આંખોમાં આંસુ ઉભરાઇ આવતા હતા.
બીજી બાજું પેલા ગામના લોકો અહીંયા ઘેર પહોચ્યા.. તેમણે કાશીનાથની પત્નિને ઘેર બે દાડમ આપ્યા ને સમાચાર આપ્યા કે કાશીનાથ આ વર્ષે નહી આવે ને આવતા વર્ષે આવશે. આવું સાંભળીને એતો બીચારી ભાંગી જ પડી... માંડ જેમ તેમ કરીને આ એક વર્ષ તો પુરુ કર્યું, એવી આશાએ કે કાશીનાથ હવે આવશે. પછી કોઇ તકલીફ નહી પડે.. ને એના બદલે આતો..!! આ.. બે દાડમ, એને થોડા પૈસા પણ ના મોકલાવ્યા. હું અહીંયા કેવી હાલતમાં હશું કે મારે પૈસાની જરુર હશે એવું એને નઇ લાગ્યું હોય ? આવા કેટલાએ વિચારો તે કરી રહી.. એની આંખો પણ ચોધાર વરસતી હતી. હવે શું થશે ? એવા વિચારે.. ત્યાં બાળકો દોડતા દોડતા આવ્યા.. ને એમના પિતાએ શું મોકલાવ્યું છે ? એમ પુછવા લાગ્યા. નિરાશ થયેલી એમની માતાએ પેલા બે દાડમ આપ્યા. એ લઇને બાળકો ઘરમાં ચાલ્યા ગયા.. એમની માતા બારણામાં જ બેઠી હતી ને થોડી વાર થઇ ત્યાં પેલા બાળકો દોડતા પાછા આવ્યા. ‘મા મા આ જોને શું નિકળ્યુ આ દાડમમાંથી ?’ કહેતા તેમની માતાને બતાવવા લાગ્યા. તેણે જોયું તો આ શું ? આશ્વર્યથી ફાટી આંખે જોઇ જ રહી.. આખુ દાડમ હીરા - માણેકથી ભરેલુ હતું.. એની ખુશી ને આનંદનો પાર ના રહ્યો.. ઉભી થઇ ને આંખોના આંસુ તેણે લુછી નાખ્યા... અત્યાર સુધી તે નકામા વિચારો કરતી હતી, પોતાના પતિએ કંઇ ના મોકલાવ્યું એવો અફસોસ કરતી હતી.. પોતે કેવી મુર્ખી છે એવા વિચારે તે એકલી એકલી હસી પડી..
થોડા દિવસો પછી પેલા ઘેર આવેલા ગામના નોકરીયાતો પાછા ગયા એમની સાથે તેણે એક કાગળ લખીને મોકલાવ્યો હતો. એ કાગળ ત્યાં કાશીનાથને મળ્યો.. જેમાં લખ્યું હતું.. – વ્હાલા, તમે જલદીથી પાછા આવી જજો, હવે વધારે કમાવાની જરૂર નથી. તમે મોકલાવેલા દાડમમાંથી મેં એક જ તોડ્યુ છે. અને તેમાંથી નવુ ઘર બનાવી રહી છું, બાળકોના ભણવાની સગવડ થઇ ગઇ છે.. ખાધે-પીધે કંઇ ખુટે એમ નથી.. હજુ તો એક દાડમ મુકી રાખ્યું છે એ તમે આવો એટલે તોડશું.. તમે જલદીથી આવી જજો.. લિ. તમારી પ્રિય પત્નિ...
વાંચીને કાશીનાથ તો આભો જ રહી ગયો.. એને કંઇ જ સમજાતું ન હતું....
એ દાડમમાં હીરા-માણેક ક્યાંથી આવ્યા ? કોણે મુક્યા – પેલા રાજાએ ?, એના વેપારીએ ?, ભગવાને કે પોતાના ભાગ્ય- નસીબે..? કંઇ સમજાતું ન હતું... પણ એ જ તો હતી.. સાચી કમાઇ.
...... સાચી વાત ને...!!!
6.3.2018

ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ