હંમેશા જોયું છે મેં ...
તું અને તારી યાદો સાવ જુદી જ હોય છે
તું કહે તો છે આવીશ, પણ આવતી નથી
એ કહેતી નથી ને છતાંય રોજ આવે છે
તું અને તારી યાદો
તું અને તારી યાદો સાવ જુદી જ હોય છે
તું કહે તો છે આવીશ, પણ આવતી નથી
એ કહેતી નથી ને છતાંય રોજ આવે છે
તું અને તારી યાદો
તું તો લડે છે રડે છે અને ફરિયાદ કરે છે
એ તો બસ હસે છે અને મને પ્રેમ કરે છે
તું અને તારી યાદો
હા હું જાણું છું તું હકીકત છે ને એ સપનું
પણ તારાથીયે વધારે એ હસાવે છે મને
તું અને તારી યાદો
એક વાત કહું તને જો ખોટું ના લગાડતી
હવે તો તારાથી વધારે ગમે છે તારી યાદો
તું અને તારી યાદો
હંમેશા જોયું છે મેં...
Tags:
GAZAL
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ