
વરસ થઈ ગયા ..✍
એ વાતને તો વરસોના વરસ થઈ ગયા
જ્યારે તમે કહ્યું કે અમે તમારા થઈ ગયા
કેટલાયે આવ્યા ને ઘણા ચાલ્યા ગયા
એમાં એક તમે જ તો ખાસ થઈ ગયા
લાગે છે કે મારી આસપાસ જ છે તું
જ્યારે મળ્યે તો ઘણા દિવસો થઈ ગયા
તારી આંખોથી પીધા જે પ્રેમના ઘૂંટાડા
અહેસાસમાં શુ ભર્યા કે લોહી થઇ ગયા
જુદા રહયા તો ભલે શો ફર્ક પડે છે ?
શરીર બે પણ જીવ જ્યારે એક થઈ ગયા
હવે મારામાં મારા જેવું તો કંઈ ક્યાં છે
જે વધ્યા શ્વાસ એ તો તારે નામ થઈ ગયા
- રાકેશ રાઠોડ
(૧.૧૦.૨૦૧૭)
Tags:
GAZAL
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ