પતિ અને પત્ની... એક એવો સબંધ કે જેનો પર્યાય દરેક વ્યક્તિ માટે જુદો જુદો હોય છે. મોટા ભાગે એટલે કે લગભગ ૬૦% થી ૭૦% તો કોઇ ને કોઇ મજબુરી - (મતલબ કે સામાજિક, પારિવારીક, આર્થીક કે બાળકો હોવાથી)- એવા વિચારે ચાલતા હોય છે કે ચલાવતા હોત છે. બીજા ૨૫% એજીવનનું ગાડુ ચાલતું રહે અને પતિ-પત્નીને એકબીજાની જરૂરિયાત છે એટલે જ ચાલે છે. હવે જે બાકી વધ્યા એ ૫% કદાચ ખરેખરા પતિ-પત્નીના સબંધો કહી શકાય..
( જો કે દરેક પતિ-પત્ની કોઇપણ જગાએ કે કોઇની સામે હંમેશા એવું જ બતાવવાનો પ્રયત્ન કરતા હોય છે.. કે તેઓની વચ્ચે કોઇ જ પ્રોબ્લેમ નથી અને તે બન્ને એક-બીજાની સાથે વેલસેટ ખુશ છે...)
એક સત્ય હકિકત એ છે કે મોટાભાગના સબંધો સમય-સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે બદલાઇ જાય છે.. જેમ કે નવાનવા પ્રેમમાં પડેલા બે પ્રેમિઓ શરુઆતમાં તો એકબીજાની દરેક બાબતને લાઇક કરતા હોય છે. તેના ફ્રેન્ડ સર્કલને, તેના બોલવાને, તેના વર્તનને, તેની જીવનશૈલી બધુ જ શરુઆતમાં તો સારુ જ લાગે છે. કોઇ પ્રોબ્લેમ નથી હોતો.. પણ જ્યારે એ જ સબંધો આગળ વધે છે ત્યારે પ્રોબ્લેમ્સ ઉભા થાય છે- પ્રશ્નો થાય છે કે _ તારે આ ન કરવું, તારે આ જ કરવું, તારે આની સાથે ન બોલવું, તારે આવા કપડા ન પહેરવા... વગેરે ગણા બધા.
અને જ્યારે આવુ થાય છે.. ત્યારે જ પ્રોબ્લેમ્સ ઉભા થાય છે.. સામેના પાત્રને ત્યારે કોઇ બંધન કે કેદ જેવુ લાગવા માંડે છે. અને તે એમાં અકળાયા કરે છે.. ક્યારેક ક્યારેક છૂટવાનો પ્રયત્ન કરે છે.

હું તમને એક સવાલ પુછું તમને યોગ્ય લાગે તો જવાબ આપજો... કે તમે ક્યાંય એવો છોકરો કે છોકરી જોયા કે જે પોતે હેન્ડસમ હોય અને કોઇ કદરુપી અથવા ખોડ-ખાંપણવાળી છોકરી/છોકરાને લવ કરતા હોય ?
કદાચ તો નહી જ... બને ત્યા સુધી તો છોકરા/છોકરી પોતાના સમાન દેખાવ વાળા કે વધારે હેન્ડસમ હોય તેને જ લવ કરતા હશે..
તો યાર... હવે એ તો સ્વિકારવું જ પડે ને કે લવ પણ બધુ જોઇ વિચારીને જ થાય છે.
આમ તો દુનિયામાં દરેક વ્યક્તિ પોતે વિચારીને જ બધુ કરતો હોય છે. તેને જે યોગ્ય લાગે એ કરે...! આમાં એ બાબત પણ છે કે માણસ સબંધો પણ જોઇ-વિચારીને જ બાંધતો હોય છે. એમાં સૌથી મોટો સબંધ એ પતિ-પત્નીનો સબંધ છે.. જે દુનિયાના દરેક સબંધોના કેન્દ્રમાં છે. બાકીના લગભગ બધા સબંધો તેની આસ-પાસ ગુંથાયેલા છે.
આવા પતિ-પત્નીના સબંધ વિશે ગણી વાતો કરી શકાય.. ઘણુ કહી શકાય.. જો એક સારો લાઇફ પાર્ટનર મળે તો લાઇફ સ્વર્ગ બની જાય છે... અને જો આપણને સમજી ના શકે એવો હોય તો આખી જીંદગી દુ:ખો ભોગવીને જ પસાર કરવાની હોય છે....
(નોંધ:- ઉપરોક્ત વિચારો મારા પોતાના છે ... કદાચ તમે મારી સાથે સહમત ન પણ હોઇ શકો)
માટે દરેક પતિ-પત્ની માટે સમજવા લાયક ને કંઇક શીખવા જેવી એક નાનકડી વાત અહીંયા મુકુ છું... જો આપને ગમે તો.....
છોકરાનું નામ હતું આરવ ને છોકરીનું આશા... બન્નેની રાશી એક તેમ બન્નેના મન પણ એક જ... આશા દેખાવે ખુબ જ સુંદર હતી... તેના દેખાવમાં એક ગજબનું આકર્ષણ હતું. જેની પણ નજીકથી એ નીકળે તો જોનારની આંખો એક ચુંંબકની જેમ તેની પાછળ ખેચાઇ જતી. જાણે આંખો બંધ કરીને એ આશાની ખુબસુરતીને નજરમાં કેદ કરી લેવા માગતા હોય... જેમ જેમ તે મોટી થતી ગઇ તેમ તેનું યૌવન વધારે ખીલતું ગયું.. જોતાં જ કોઇનેય કલ્પના થઇ આવે કે વહેલી સવારના ઝાકળમાં કોઇ આકાશની પરી ફરવા નિકળી હોય. તો બીજી બાજુ આપણો આરવ પણ કંઇ કમ ન હતો.. પૈસે ટકે સુખી પરિવારનો એકનો એક હેન્ડ્સમ છોકરો હતો. ઉંચો, પાતળો ને મજબુત બાંધો તો દેખાવે પણ એટલો જ આકર્ષક....
બંન્ને એક જ શાળામાં અને એક જ ક્લાસમાં સાથે ભણતા... ત્યારથી જ બન્નેના હૃદયમાં પ્રેમનો કુમળો અંકુર આકાર લેવા લાગેલો.. ધીમે ધીમે એ બન્નેની ઉંમર સાથે એમનો એ પ્રેમ પણ વધતો ગયો અને બન્ને જ્યારે કોલેજમાં દાખલ થયા ત્યાંં સુધીમાં તો એ વિસ્તરીને એક મોટુ વૃક્ષ બની ગયો હતો..
હવે તો આરવ ને આશા પણ પોતાની અંદર ઉછળી રહેલા આ પ્રેમને ઓળખી ગયા હતા. એટલે ધીમે ધીમે બન્ને નજીક આવતા ગયા અને એક થઇ ગયા.. બન્ને સાથે કોલેજ જતા, એકબીજાની રાહ જોતા ને , સાથે રહેતા, સાથે ફરતા અને રાત્રે પણ મોડા સુધી ફોનમાં વાતો કરતા...
સાથે હોય ત્યારે એક અજબ ખુશીનો અહેસાસ થતો , દિલમાં અજાણી હરકત થતી ... ને દુર હોય ત્યારે સુનુ સુનુ લાગતુ.. એક બીજાની કમી અને જરુરિયાત અનુભવાતી.. ધીમે ધીમે હવે બન્નેને એવું લાગવા માંડ્યું કે હવે તે એક બીજા વગર નહી રહી શકે... એક બીજા વગર નહી જીવી શકે.. એક બીજા વગરના જીવનની કલ્પના પણ તેમને ડરાવી દેતી.. એટલે બન્નેએ જીવનભર સાથે રહેવા માટે લગ્ન કરી લેવાનું નક્કી કરી લીધું.
જેમ કે અત્યારની જનરેશન બઉ મોર્ડન થઇ ગઇ છે.. અને અત્યારે છોકરા છોકરીને લગ્ન માટે નાત-જાત, ઉંચ-નીચ કે અમિરી-ગરીબીના બંધનો હવે ખાસ નડતા નથી. અને બને ત્યાં સુધી છોકરા-છોકરીની પસંદગીને જ મહત્વ આપવામાં આવે છે. એ જ રીતે આરવ ને આશાને પણ આવા કોઇ બંધનોનો સામનો કરવો ન પડ્યો.. બન્ને એ નક્કી કરીને પોતપોતાના પરિવારમાં એક-બીજા વીશે વાત કરી અને બન્ને લગ્ન કરવા માગે છે એવી વાત જણાવી.. તો બન્નેના પરિવારોએ મળીને તેમના લગ્ન નક્કી કરી આપ્યા..
જો કે બહું ઓછા એવા ખુશનસીબ હોય છે કે જેમને પોતાની ઇચ્છા પ્રમાણે જોઇતો લાઇફ પાર્ટનર મળે છે..
આરવ અને આશા એમાંથી જ એક હતા... કોલેજ પુરી કરી ને થોડા જ સમયમાં બન્નેની સારી એવી જોબ પણ મળી ગઇ. પછી બન્નેએ લગ્ન કરી લીધા.. બન્ને ખુબ જ ખુશ હતા.. આરવને તેના માતા-પિતાએ જ્યાં બન્નેની જોબ હતી ત્યાં એક મોટુ આલીશાન કહી શકાય એવું ઘર લઇ આપ્યું હતું. બન્ને સાથે રહેતા. નોકરી કરતા, ફરવા જતા, મુવી જોવા જતા.. કોઇ પાર્ટીમાં સાથે જતા. અને પોતાની મરજીમાં આવે એ બધુ જ કરતા.. એક-બીજાની કદર કરતા.. એક-બીજાનું કહ્યું કરતા.. તેમજ એક-બીજાની પસંદ-નાપસંદ ને જરૂરિયાતોનું પણ પુરુ ધ્યાન રાખતા.. બન્નેના જીવનમાં ભરપુર ખુશી ને આનંદ હતા.. એના સિવાય ક્યાંય દૂર-દૂર સુધી પણ ક્યાંય દુ:ખ જેવો કોઇ શબ્દ પણ ન હતો..
કોઇ પણ જોનાર કે તેમને જાણનારને ચોક્કસ તેમની ઇર્ષા થઇ આવે.. એવો હેપ્પી તેમનો સંસાર હતો..
હવે કુદરતની ક્રુરતા કહો કે તે બન્નેનું નસીબ.. કે આવી જ આ પ્રેમ ભરી જોડીને અચાનક કોઇની નજર લાગી ગઇ.. અશાને અચાનક કોઇ તકલીફ થઇ.. એવો કોઇ પ્રોબ્લેમ થયો કે આશાનો ચહેરો દિવસે-દિવસે કરમાવા લાગ્યો.. એના ચહેરાની ખુબસુરતી ધીમે-ધીમે ઓછી થવા લાગી.. ડોક્ટર્સને બતાવ્યું.. દવાઓ લીધી પણ કોઇ જ ફર્ક ના પડ્યો.. અને સમય જતા આશાની ખુબસુરતી બીલકુલ ચાલી ગઇ અને તેના બદલે એનો ચહેરો થોડો કદરૂપો લાગવા લાગ્યો..
એની અસર બન્નેના જીવનમાં પણ પડવા લાગી. આશા હવે ઉદાસ અને દુ:ખી રહેતી હતી. તે જાહેરમાં જવાનું ટાળતી.. બધાની સાથે બોલવાનું પણ ઓછુ કરી દીધુ હતું.. તે એકલી પડતી ત્યારે પોતાનો ચહેરો દર્પણમાં જોઇને બે હાથે છુપાવી લેતી - રોયા કરતી.. એનો સ્વભાવ પણ ઘણો બદલાઇ ગયો હતો. તે પોતાના ઉપર જ ગુસ્સો કરતી. હસવાનું તો એ જાણે ભુલી જ ગઇ હતી. નાની નાની વાતે ચીડાઇ ઉઠતી.. હરેક પળે તેના હૃદયને એક ડર કોરી ખાતો હતો.. કે હવે તેની ખુબસુરતી ચાલી ગઇ છે તો આરવ તેને છોડી તો નહી જાય ને..? એનો પ્રેમ ઓછો તો નહી થઇ જાય ને..?
આરવ તેને હસાડવાનો પ્રયત્ન કરતો.. એને ક્યાંક ફરવા લઇ જવા મનાવતો.. પણ તે હવે એ બધાથી જાણે દુર ભાગતી હતી.. આરવની આંખોમાં આંખો પણ તે હવે મિલાવી શકતી ન હતી.. એક લાચારી તેના ચહેરા પર વર્તાતી હતી..
એવા જ સમયે એક બીજો ઘા કુદરતે એ બન્નેના જીવનમાં કર્યો.. એક દિવસ આરવ નોકરીએથી પાછો આવતો હતો ત્યાં એનો એક્સિડન્ટ થયો.. અને એમાં આરવની બન્ને આંખોની રોશની ચાલી ગઇ. તે બન્ને આંખોએ અંધ થઇ ગયો..
હવે મોટાભાગની જવાબદારી આશા ઉપર આવી પડી. આરવના બધા કામ હવે આશાએ કરવાના હતા. આશા એ બધુ જ એકલા હાથે કરવા લાગી.. એમ તો એ ડરી જાય એવી ક્યાં હતી ? તે આરવનું ધ્યાન રાખતી અને એના બધા કામ કરતી. હવે એની અસર આશાના સ્વભાવ ઉપર થઇ તે હવે થોડી હસતી ને સમય જતાં પહેલાની જેમ હસતી થઇ ગઇ હતી.. એના મનમાંથી હવે પેલો ડર જતો રહ્યો હતો કે આરવ તેને છોડી તો નહી જાય ને.. કારણ કે આરવ હવે તેનો ચહેરો જોઇ શકતો ન હતો - કે તે બદસુરત થઇ ગયો છે.. એટલે તે હવે બદલાઇ ગઇ હતી.. તે આરવને હસાવતી ને હસતી, એને બહાર ફરવા લઇ જતી.. તેને ભાવતી રસોઇ બનાવતી અને પોતાના હાથે ખવડાવતી.. બધુ જ એ ખુશી ખુશી કરતી....
પણ દિવસે દિવસે તેની તકલીફ તો વધતી જ જતી હતી.. આશાને જે રોગ થયો હતો એ હવે તેની ચરમ સીમાએ પહોચી ગયો હતો,.. અને છેવટે એક દિવસે તેણે આશાનો ભોગ લઇ લીધો..
કોઇ ને ય ના સમજાય એવી અને કોઇને પણ વ્યથીત- દુ:ખી કરી મુકે એવી આ ઘટના હતી.. એક સમય હતો કે જ્યારે આરવ અને આશાને જોઇ એવુ લાગતું કે જાણે આકાશના વાદળોમાંથી કોઇ કપલ ધરતી પર આવી ચડ્યુ હોય.. અને આજે..
આશાનો મૃતદેહ આરવની સામે પડ્યો હતો.. તેની છેલ્લી ક્રિયાવિધી માટે લઇ જવાની તૈયારી ચાલતી હતી.... ઘણા માણસો ત્યાં ભેગા થયા હતા.. એમાંથી કોઇ એક આરવની સામે જોઇ ને બોલ્યો... કેટલી સુંદર જોડી હતી આરવ ને આશાની.. ભગવાને કોણ જાણે કેમ આવી રમત રમી.. બીચારી આશાને તકલીફ આપી અને આરવની આંખો પણ છીનવી લીધી.. અને વધારેમાં આશા હતી તો આરવનું ધ્યાન રાખતી હતી, હવે કોણ એનું ધ્યાન રાખશે.. ?
આરવ આ બધુ સાંંભળી રહ્યો હતો.. તેમજ જોઇ પણ રહ્યો હતો..
એ બધા લોકોના આશ્ચર્ય વચ્ચે આરવે બધી ક્રિયાવિધી પોતાની જાતે જ કરી.. તે જોઇ શકતો હતો અને એ પણ સારી રીતે.. ! કોઇએ આવી ને પુચ્છ્યું કે આરવ અચાનક દેખતો કેવી રીતે થઇ ગયો.. ?
તેનો જવાબ હતો... હું તો હંમેશાથી દેખતો જ હતો.. ક્યારેય અંધ થયો જ નહોતો.. બસ અંધ થયાનો દેખાવ કરતો હતો.. એટલા માટે કે આશાને એવું ના લાગે કે હું તેને જોઇ શકુ છું.. જેથી તેની બદસુરતીના કારણે હું એને છોડી જઇશ...
... એટલે જ આશા જીવી ત્યા સુધી તેના એ ડરને છોડી ખુશીથી જેવી શકી...
સાંભળનાર સૌ કોઇ ના ચહેરા પર આશ્ચર્ય હતું.. કે ખરેખર કોઇ પોતાના લાઇફ પાર્ટનરને આટલુ સમજી શકે છે... તેની ખુશી માટે અંધ બનીને પણ જીવી શકે છે...
@... rakesh rathod

આ સ્ટોરીને પ્રતિલિપિ પર વાચો ... pratilipi.com

ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ